સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બાદ આ જગ્યાએ સરદારની વિશાળકાય પ્રતિમા મુકાશે, 17 હજાર કિલો કાંસાનો ઉપયોગ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બાદ આ જગ્યાએ સરદારની વિશાળકાય પ્રતિમા મુકાશે, 17 હજાર કિલો કાંસાનો ઉપયોગ

શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર લઈ રહેલા સરદાર ધામ ખાતે 50 ફૂટ ઉંચી અને 17000 કિલોગ્રામ વજન ધરાવતી બ્રોન્ઝ મેટલની સરદારની પ્રતિમા સ્થાપિત કરાશે.

જે રવિવારે નોઈડાથી વિશેષ વાહન મારફતે લેવાઈ હતી. પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ 3 જાન્યુઆરીના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની સાથે પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે તૈયાર થઈ રહેલા સરદાર ધામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊંચી અને 17 હજાર કિલોગ્રામ વજન ધરાવતી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

રવિવારે વિશેષ વાહન મારફતે નોઈડાથી આ પ્રતિમા અમદાવાદ લાવવામાં આવી હતી. પ્રતિમા વિખ્યાત શિલ્પકાર અને પદ્મ વિભૂષણ રામ સુથારે તૈયાર કરી છે. 3 જાન્યુઆરીએ યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પ્રતિમાનું અનાવરણ થશે.