કનેરીયાએ PAKની પોલ ખોલી, હું હિંદુ હતો એટલે ખેલાડીઓ વાત પણ નહોતા કરતા

કનેરીયાએ PAKની પોલ ખોલી, હું હિંદુ હતો એટલે ખેલાડીઓ વાત પણ નહોતા કરતા

નવી દિલ્હી,26 ડિસેમ્બર 2019 ગુરૂવાર

પુર્વ પાકિસ્તાની સ્પીડ બોલર શોએબ અખ્તર દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં હિંદું ખેલાડીઓનાં થતા ઉત્પીડનનું સત્ય રજુ કરાયા બાદ એક મોટો વિવાદ સર્જાયો છે.પાકિસ્તાની ખેલાડી રહેલા દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરીયાએ પણ શોએબ અખ્તરની વાતનું સમર્થન કર્યું છે.

દાનિશ કનેરીયાએ કહ્યું કે ‘પાક ખેલાડીઓને કનેરીયા સાથે બેસીને ભોજન કરવમાં સમસ્યા થતી હતી,કેમ કે તે એક હિંદું ખેલાડી હતો,શોએબ અખ્તરે સાચું કહ્યું.

હું એ ખેલાડીઓના નામ બતાવીશ જે મારી સાથે વાત કરવાનું પણ પસંદ કરતા ન હતા,કેમ કે હું હિંદું હતો, એ સમયે આ અંગે બોલવાની હિંમત થતી ન હતી,પરંતું હવે હું તે બોલીશ અને તેમના નામ પણ જણાવીશ’.

અત્રે ઉલ્લેખનિય છે કે શોએબ અખ્તરે એક ચેટ શોમાં ખુલાસો કર્યો કે પુર્વ સ્પિનર દાનિશ કનેરીયા હિંદું હતો એટલા માટે પાકિસ્તાની ટીમમાં તેની સાથે ભેદભાવ થતો હતો.

વધુમાં તેમણે કહ્યું કે ‘મારી કારકીર્દીમાં જે બે-ત્રણ ખેલાડીઓ સાથે ઝઘડો થયો,જ્યારે તેમણે કરાચી,પેશાવર અને પંજાબની વાત કરીતો મને બહુ ગરમી થતી હતી,યાર કોઇ હિંદું છે ને તે રમશે.તે જ હિંદુંએ ટેસ્ટ સીરીઝ જીતાડી.’

શોએબે કહ્યું કે ‘વાત ખુલ્લી પડી જશે પરંતુ જણાવી દઉં કે કેટલાક ખેલાડીઓએ મને કહ્યું કે આ (દાનિશ) અહીંથી ભોજન કેમ લઇ રહ્યો છે,મેં કહ્યું કે તને અહીંથી ઉંચકીને બહાર ફેંકી દઇશ.કેપ્ટન હોઇશ તું તારા ઘરનો,તે તને 6-6 વિકેટ આપી રહ્યો છે.

ઇંગ્લેંડમાં દાનિશ અને શમીએ જ અમને સીરીઝ જીતાડી હતી’.તેણે કહ્યું કે કેટલાક ખેલાડીઓને તો તે બાબતનો વાધો હતો કે તે આપણી સાથે બેસીને ભોજન કેમ લે છે’.