અમેરિકા, ઇઝરાયેલ, ચીન, રશિયા, ઇરાન તમામની પાસે છે પરમાણુ હથિયાર…

અમેરિકા, ઇઝરાયેલ, ચીન, રશિયા, ઇરાન તમામની પાસે છે પરમાણુ હથિયાર…

અમેરિકાએ બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરી ઇરાનની કુર્દસ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. એ બાદ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલ ખામૈનીએ યોગ્ય સમયે બદલો લેવાની વાત કહી છે. જો ઇરાન અમેરિકા પર કોઇ પણ જવાબી કાર્યવાહી કરે છે, તો તેનાથી ત્રીજા વિશ્વ યુધ્ધનો ખતરો પેદા થઇ શકે છે. ચીને પણ ઓમાનની ખાડીમાં પોતાના જંગી જહાજ તહેનાત કર્યા છે. રશિયા અને ઇરાનની સાથે હાલમાં જ સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે. અમેરિકા- ઇરાનની વચ્ચે જો વિવાદ વધે છે, તો એ દેશ પણ યુધ્ધમાં સામેલ થઇ શકે છે. સાઉદી અરેબિયા યમનમાં ઇરાન સર્મિથત હૂતી વિદ્રોહીઓ સાથે લડી રહ્યું છે. જો ઇરાન દ્વારા કોઇ કાર્યવાહી કરાય તો રિયાધ તેનો બરાબર જવાબ આપશે. અમેરિકા, ચીન, રશિયા અને ઇઝરાઇલ તમામની પાસે પરામણુ હથિયાર છે. આ ત્રણેની પાસે આગામી પેઢીની હાઇપરસોનિક મિસાઇલ છે, જે તમામ રક્ષા પ્રણાલિઓને તોડવા સક્ષમ છે. ઇઝરાઇલ પણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે અને ઇરાન પર કોઇ પણ પ્રકારના હુમલા માટે તૈયાર છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ઈરાન પાસે પણ પરમાણુ હથિયારો છે. જો કે તેણે આ અંગે ક્યારેય જાહેરમાં એકરાર કર્યો નથી. આ સંજોગોમાં તે પરમાણુ યુદ્ધ કરે તેવી શક્યતા છે…

ત્રીજા વિશ્વ યુદ્ધનાં ભણકારા…!

ઇરાન હોર્મુજ જળમાર્ગને બંધ કરી શકે છે !

આ દરમિયાન જો ઇરાને હોરમજ જળમાર્ગને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તે પહેલાં તે આ પ્રકારની કેટલીય ધમકી આપી ચૂક્યું છે. હોર્મુજ જળમાર્ગ એક મહત્વનો માર્ગ છે, જે મધ્ય પૂર્વના તેલ ઉત્પાદક દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા અને તેનાથી આગળના બજારોને જોડે છે. જો તેનાથી કોઇ પણ નુકસાન થાય છે, તો યુરોપિયન દેશ એક થઇને ઇરાન પર કાર્યવાહી કરી શકે છે.

સાયબર હુમલો પણ થઇ શકે

સાયબર હુમલો પણ યુદ્ધનો એક લોકપ્રિય માર્ગ બની ગયો છે. ઇરાન, અમેરિકા અને તેના સહયોગી તેનો ઉપયોહ કરી શકે છે. સ્ટક્સનેટ વાયરસની સહાયથી ઇરાનના પરમાણુ સુવિધા પર હુમલો કરી શકાય છે. પહેલાં પણ સફળતાપૂર્વક આ વાઇરસથી હુમલો કરી ચૂક્યું છે. તેમાં સંચાર ઉપકરણ, રડાર, વીજળી નેટવર્ક અને અન્ય મહત્વના પાયાના માળખાને ધ્વસ્ત કરી શકાય છે.

અમેરિકાએ પશ્ચિમ એશિયામાં ૧૧ ઠેકાણાઓથી ઈરાનને ઘેરી લીધું છે

અમેરિકા અને ઈરાન વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધારે વણસેલી છે. તાજેતરમાં ઈરાનના સાંસદ અબુલ ફઝલ અબૂતોરાબીએ સંસદમાં જણાવ્યું કે, વ્હાઈટ હાઉસને પરિણામ ભોગવવું પડશે. તેઓ પણ વળતા હુમલા માટે તૈયાર રહે. અમેરિકનોને તેમની જ ધરતી ઉપર પાઠ ભણાવીશું. ઈરાને અમેરિકાના ૩૫ સ્થળો ઉપર હુમલા કરવાની ધમકી આપી છે બીજી બાજુ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાનના બાવન ઠેકાણાઓ ધ્વસ્ત કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ કારણે હવે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ, ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપના આંતકા પ્રમાણે સમગ્ર પશ્ચિમ એશિયામાં અમેરિકાની સેના વિસ્તરેલી છે. ૧૧ ઠેકાણાઓથી અમેરિકાએ ૬૮,૦૦૦ સૈનિકોની મદદથી ઈરાનને ઘેરી લીધેલું છે. આ અમેરિકી લડવૈયાઓ ગમેતેવી સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. ઈરાન સાથે તણાવ વધ્યા બાદ વધુ  ૩૦૦૦ જવાનો પશ્ચિમ એશિયામાં મોકલવામાં આવ્યા છે. હવે આ આંકડો ૭૦ હજાર પહોંચી ગયો છે.

ઇરાન

  • ૮.૨ કરોડની વસ્તીવાળા ઇરાનમાં લગભગ પાંચ લાખ સૈનિક દેશની સુરક્ષા કરી રહ્યા છે.
  • ઇરાની સેનાની પાસે બેલાસ્ટિક મિસાઇલ , ટેન્ક, ફાઇટર હેલિકોપ્ટર, ફાસ્ટ જેટ અને કેટલાય શસ્ત્રો છે.
  • ભૂગોળની વાત કરીએ તો આ ત્રણે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે. એક બાજુ સમુદ્ર છે. દેશની મધ્યમાં વિશાળ રણ છે. ઈરાનની ભૌગોલિક સ્થિતિ મજબૂત છે.
  • પરમાણુ કરારમાંથી ટ્રમ્પ પહેલાં જ ખસી જવા સાથે યુરેનિયમ સંગ્રહ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું.
  • મધ્યપૂર્વના દેશોમાં ઇરાનની પાસે સૌથી વધુ મિસાઇલ : રિપોર્ટ
  • વીતેલા દિવસોમાં અમેરિકા સરંક્ષણ મંત્રાલય પેન્ટાગોને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મધ્યપૂર્વના દેશોમાં ઇરાનની પાસે સૌથી વધુ મિસાઇલ છે.
  • ઇરાનની પાસે ક્લોઝ રેન્જ, ઓછા અંતરે હુમલો કરનારી, મધ્ય અંતરે હુમલો કરી શકતી અને લાંબા અંતરે હુમલો કરી શકે એવી બેલાસ્ટિક મિસાઇલો છે, જે ૨૦૦૦ કિલોમીટર સુધી ચોક્કસ હુમલો કરવા સક્ષમ છે.
  • જો એવું થાય તો અમેરિકા પોતાના યુદ્ધ જહાજો, બોમ્બમારો કરી શકે એવા વિમાનો અને ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરી શકે છે. આ પહેલાં પણ કેટલીય વખત એવું કરવાની યોજના તે બનાવી ચૂક્યું છે.

ઇરાક

  • ઇરાનની આસપાસ લગભગ ૭૦ હજાર અમેરિકી સૈનિક તહેનાત છે.
  • તમામ અમેરિકી સૈનિક શિયા લડાકૂ સંગઠનના નિશાન પર છે. આ સંગઠન ઇરાન તરફથી લડશે.
  • ૨૦૦૩માં ઇરાકમાં અમેરિકાના હુમલા બાદ જનરલ સુલેમાનીએ આતંકી સંગઠનોને અમેરિકી સૈનિકો અને તેની છાવણી પર હુમલા માટે પ્રેરિત કરવા શરુ કર્યું હતું.
  • કુર્દસ દળો જેને સુલેમાનીએ લગભગ બે દાયકાથી નિયંત્રિત કર્યા હતા. પોતાના નેતાના મોતનો બદલો લેવા યુદ્ધમાં જોડાઈ શકે.

સીરિયા

  • રાષ્ટ્રપતિ બશર અલ અસદ ઇરાનની ખૂબ નજીક છે. ૨૦૧૧માં જ્યારે રશિયા સાથે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં બશર પરાજયની નજીક હતા, તો સુલેમાનીની કુર્દસ ફોર્સે જ તેમનું સમર્થન કર્યું.
  • યુદ્ધ થાય તો અસદ સીધી રેતી યુદ્ધ લડે એવી સંભાવના નથી.
  • સૈનિકો અને કૂર્દો પર ઇરાન સમર્થક આતંકીઓ દ્વારા હુમલો કરાય, તો તે તેના પર મૌન રાખી શકે છે.
  • ઇરાને પોતાનો ઘણો સમય સૈન્ય માળખું વિકસિત કરવામાં વીતાવ્યો છે. ઇરાને કેટલાય મિસાઇલ બેઝ બનાવ્યા છે.

અમેરિકા

  • અમેરિકાની મધ્ય પૂર્વ અને ફારસની ખાડીમાં મોટી સંખ્યામાં સેના તહેનાત છે અને કેટલીય સૈન્ય છાવણી છે.
  • દુબઇમાં એફ ૨૨ રેપ્ટર ફાઇટર બેઝ, ક્રૂઝ મિસાઇલ આર્મ્ડ ઓહિયો ક્લાસની સબમરીન, વિમાન વાહક અને અમેરિકી વિશેષ સુરક્ષા દળ છે, જે અત્યારે પણ ઉત્તરી ઇરાક અને સીરિયામાં તહેનાત છે.
  • બી ૨ સ્ટેલ્થ બોમ્બવર્ષક વિમાનથી અમેરિકા હુમલો કરી શકે છે. અમેરિકા દુનિયામાં ક્યાંય પણ પરમાણુ શસ્ત્રોથી હુમલો કરી શકે છે.

રશિયા

  • બશર અલ અસદના શાસનના સમર્થનમાં સીરિયામાં પણ હજારો રશિયન સેના અને લડાકૂ વિમાન તહેનાત છે.
  • તેમાં વિશેષ દળ અને એસ ૪૦૦ વિમાનભેદી મિસાઇલ સામેલ છે. તેમાં દુનિયાની સૌથી આધુનિક મિસાઇલ પ્રણાલી છે.
  • જો લડાઇ વધે તો રશિયા પોતાના સહયોગી કે ઇરાનનો બચાવ કરવા માટે મજબુર થઇ શકે છે.
  • જો રશિયાના સૈનિક મરે છે, તો તે પણ યુધ્ધમાં સામેલ થઇ શકે છે.
  • રશિયા યુધ્ધમાં લાંબા અંતરના મિસાઇલો અને લાંબા અંતરના બોમ્બમારો કરતા ફાઇટર અને ભૂમધ્યસમુદ્ર વિસ્તારમાં તહેનાત જહાજો અને સબમરીનનો ઉપયોગ કરી શકે છે.

અમેરિકા પછડાટ આપી શકે

મિડલ ઈસ્ટ અને પર્શિયન ગલ્ફમાં યુએસના મજબૂત આર્મી બેઝ છે. આ બધામાં કેટલીક વિશેષ બાબતો છે જેમ કે કતારમાં એફ૨૨ રેપ્ટર તૈનાત છે, ક્રુઝર મિસાઈલ સાથેની ઓહાયો ક્લાસ સબમરીન તથા એરક્રાફ્ટ કેરિયર અને સ્પેશિયલ યુએસ ફોર્સ ઉત્તરી ઈરાક અને સીરિયામાં તૈનાત છે. બીટૂ સ્ટિલ્થ પણ આક્રમક હુમલો કરી શકે છે.

… તો રશિયા પણ જોડાઈ જાય

હાલમાં સીરિયામાં બશર અલ અશાદને મદદ કરવા માટે રશિયાના હજારો સૈનિકો તૈનાત છે. રશિયાની સ્પેશિયલ ફોર્સ તથા દુનિયાની સૌથી એડવાન્સ એન્ટિ મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ પણ ત્યાં સજ્જ છે. યુદ્ધના સંજોગોમાં જો રશિયાના સૈનિકોને નુકસાન થાય કે જાનહાની થાય તો રશિયા સ્વબચાવમાં હુમલા શરૂ કરી દેશે.

ઈઝરાયેલ પણ શાંત નહીં રહે

ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ કોઈ પગલું ભરવામાં આવ્યું તો ચોક્કસપણે ઈઝરાયેલ વળતો જવાબ આપશે. તેની પાસે પરમાણું હથિયારો તો છે જ સાથે સાથે મજબૂત ફાઈટર જેટ છે ઈરાન ઉપર હુમલા કરવા સક્ષમ છે. તેમાં પણ ઈઝરાયેલની સ્પેશિયલ ફોર્સ સજ્જ છે જે ઈરાનને મોટાપાયે નુકસાન પહોંચડવા માટે સક્ષમ છે.