વિશ્વ / જેલમાં બંધ મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં પાંચ ગણી ઝડપથી વધી, હિંસક ગુનામાં પણ પુરુષોથી આગળ

વિશ્વ / જેલમાં બંધ મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં પાંચ ગણી ઝડપથી વધી, હિંસક ગુનામાં પણ પુરુષોથી આગળ

  • વિશ્વભરની જેલોમાં 7.14 લાખ મહિલાઓ, કુલ કેદીઓના 7 ટકા
  • અમેરિકાની જેલોમાં 2 લાખથી વધુ મહિલા કેદી
  • ભારતની જેલોમાં 17834 મહિલા કેદી 

લંડન: અપરાધોને મામલે સામાન્ય રીતે પુરુષોને જ જવાબદાર માનવામાં આવે છે. ખાસ કરીને હિંસક ગુનાઓમાં, પરંતુ તાજેતરના રિપોર્ટને માનીએ તો છેલ્લા 3 દાયકામાં જેલોમાં બંધ મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનાએ ઝડપથી વધી છે. પશ્ચિમના દેશોમાં તો હિંસક ગુનાઓમાં મહિલાઓએ પુરુષોને પછાડી દીધા. આ ખુલાસો વિશ્વભરમાં ગુનાઓ પર નજર રાખતી લંડનની સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનલ પોલિસી રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં થયો છે. તે મુજબ છેલ્લા ત્રણ દાયકામાં પશ્ચિમના દેશોમાં ગુનાઓનો દર ઘટ્યો છે, પરંતુ હિંસક ગુનાઓની દોષી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી છે. પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર કેલી પેક્સટન મુજબ ખર્ચ અને જરૂરિયાતો પૂરી નહીં થઇ શકવા અને આર્થિક સંકટને કારણે કેટલીક મહિલાઓ ગુના તરફ વળે છે.
અમેરિકાની જેલોમાં 2 લાખથી વધુ મહિલા કેદી, વિશ્વમાં સૌથી વધુ
વિશ્વભરની જેલોમાં બંધ મહિલાઓની સંખ્યા 30 વર્ષમાં 50 ટકાથી વધુ વધી છે. બ્રિટનમાં તો માત્ર 2015-16માં જ પકડાયેલી મહિલાઓની સંખ્યા 50 ટકાથી વધુ વધી છે. વિશ્વભરની જેલોમાં 7.14 લાખથી વધુ મહિલાઓ બંધ છે. આ જેલોમાં બંધ કેદીઓના માત્ર 7 ટકા છે. પરંતુ ત્રણ દાયકામાં મહિલાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો છે.

દેશમહિલા કેદી
અમેરિકા2.11 લાખ
ચીન1.07 લાખ
રશિયા48478
બ્રાઝિલ44700
થાઇલેન્ડ41119
ભારત17834