ગિરિરાજ સિંહે કહ્યું- પૂર્વજોથી ભૂલ થઈ ગઈ, મુસલમાન ભાઈઓને 1947માં પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા

ગિરિરાજ સિંહે કહ્યું- પૂર્વજોથી ભૂલ થઈ ગઈ, મુસલમાન ભાઈઓને 1947માં પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા

  • પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં ગિરિરાજે કહ્યું- 1947 પહેલા ઝીણા ઈસ્લામિક સ્ટેટની યોજના બનાવી રહ્યાં હતા
  • મોદી સરકારમાં મંત્રી સિંહે કહ્યું- આ સમય રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થવાનો છે

પટનાઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક વખત ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. બુધવારે બિહારના પૂર્ણિયામાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સિંહે કહ્યું- આપણા પૂર્વજોથી ભૂલ થઈ ગઈ છે. મુસલમાન ભાઈઓને 1947માં જ ત્યાં(પાકિસ્તાન) મોકલી દેવા જોઈતા હતા. સિંહના જણાવ્યા મુજબ, 1947 પહેલા આપણા પૂર્વજો લડાઈ લડી રહ્યાં હતા, તે સમયે મોહમ્મદ અલી ઝીણા ઈસ્લામિક સ્ટેટની યોજના બનાવી રહ્યાં હતા. ગિરિરાજના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સિંહે વધુમાં એ પણ કહ્યું કે પૂર્વજોની ભુલનું પરિણામ આજે આપણે સહન કરવું પડી રહ્યું છે.

રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો સમય

સિંહે કહ્યું રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થવાનો સમય આવી ગયો છે. 1947 પહેલા આપણા પૂર્વજો આઝાદીની લડાઈ લડી રહ્યાં હતા. તે સમયે ઝીણા ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાની યોજના બનાવી રહ્યાં હતા. આ આપણા પૂર્વજોની ખૂબ જ મોટી ભૂલ હતી. તેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. તે સમયે કદાચ મુસલમાન ભાઈઓને ત્યાં મોકલી દેવામાં આવ્યા હોત તો આ સ્થિત ન આવત. જો ભારતવંશીઓને અહીં સ્થાન જ ન મળ્યું હોત તો વિશ્વનો કયો દેશ તેમને શરણ આપે.

દેવબંદ આતંકવાદની ગંગોત્રી

દેશના કેટલાક હિસ્સામાં CAAનો વિરોધ ચાલુ છે. આ દરમિયાન સિંહનું નિવેદન આવ્યું. 12 ફેબ્રુઆરીએ ગિરિરાજ ઉતર પ્રદેશના સહારનપુર જિલ્લામાં હતા. તેમણે અહીં કહ્યું હતું કે દેવબંદ આતંકવાદની ગંગોત્રી છે. વિશ્વમાં આતંકવાદની ઘટનાઓનું જોડાણ દેવબંદ સાથે રહ્યું છે. વિશ્વમાં જેટલા પણ આતંકવાદી થયા છે અથવા તો આતંકી ઘટનાઓ બની છે તેમના તાર ક્યાંકને ક્યાંક તો દેવબંદ સાથે જોડાયેલા રહ્યાં છે. દેવબંદમાંથી આતંકવાદને હમેશા સમર્થન મળ્યું છે. આતંકવાદી પણ અહીં આવીને રોકાયા છે, પછી હાફિઝ સઈદનો મામલો હોય કે કોઈ અન્ય ઘટનાઓ. હિન્દુસ્તાનને પાકિસ્તાનનો ડર નથી પરંતુ દેશને ડગો કરનારાઓથી ખતરો છે.

શાહીન બાગ પર પણ આપ્યું હતું વિવાદિત નિવેદન

ગિરિરાજે 6 ફેબ્રુઆરીએ કહ્યું હતું શાહીન બાગ સુસાઈડ બોમ્બરનો જથ્થો બનતો જઈ રહ્યું છે. દેશની રાજધાનીમાં દેશની વિરદ્ધ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. શાહીનબાગમાં એક મહિલાનો બાળક ઠંડીના કારણે મૃત્યુ પામે છે અને આ મહિલા કહે છે કે મારો બાળક શહીદ થઈ ગયો. તે સુસાઈડ બોમ્બર નથી તો બીજું શું છે ? જો ભારતને બચાવવું હશે તો ‘સુસાઈડ બોમ્બ, ખિલાફત આંદોલન-2’થી દેશને સજાગ કરવો પડશે.