નમસ્તે ટ્રમ્પ / અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એક મિનિટ અમદાવાદને 47 લાખમાં પડશે, અત્યાર સુધીમાં 100 કરોડનો ખર્ચ

નમસ્તે ટ્રમ્પ / અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એક મિનિટ અમદાવાદને 47 લાખમાં પડશે, અત્યાર સુધીમાં 100 કરોડનો ખર્ચ

  • સ્ટેડિયમના બ્યુટીફિકેશનના કામથી લઈ રોડ તેમજ સુરક્ષા સહિતનો ખર્ચ સામેલ છે
  • અંદાજે 30 હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાયો 

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને શહેરમાં છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતથી લઈને રોડ શો માટે ભરપૂર ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદની સાડા ત્રણ કલાકની મુલાકાત પાછળ અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સાડા ત્રણ કલાક અને રૂ. 100 કરોડના ખર્ચ હિસાબે ટ્રમ્પની એક મિનિટ 47 લાખ રૂપિયામાં પડી છે. આ ખર્ચમાં સ્ટેડિયમના બ્યુડિફિકેશનના કામથી લઈ રોડ, પોલીસ કર્મીઓ તેમજ સુરક્ષા સહિતનો સામેલ છે.
રિસરફેસિંગ પાછળ 60 કરોડની આસપાસનો ખર્ચ
ટ્રમ્પ અને પત્ની મેલેનિયા સાડા ત્રણ કલાક માટે અમદાવાદના મહેમાન બનાવાના છે. ત્યારે તેમના આગમન પહેલા જ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં પોલીસ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. અંદાજે 30 હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલે સ્ટેડિયમની આસપાસના રોડના રિસરફેસિંગ પાછળ 60 કરોડની આસપાસનો ખર્ચ કર્યો છે. આ સિવાય ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાટ સહિત માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેડિયમમાં આવનાર આમંત્રિત મહેમાનોના ટ્રાંસપોટેશન સહિત માટે 10 કરોડ અને અન્ય કાર્યક્રમો માટે 4 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.