USના લોસ એન્જલસ ખાતે ગ્રોસરી સ્ટોરમાં ભારતીય નાગરિકની ગોળી મારી કરી હત્યા

USના લોસ એન્જલસ ખાતે ગ્રોસરી સ્ટોરમાં ભારતીય નાગરિકની ગોળી મારી કરી હત્યા

લોસ લેન્જિલિસ ખાતે આવેલ એક દુકાનમાં ભારતીય નાગરિક મનિંદર સિંહ સાહીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી છે. સાહી(31) વિવાહિત હતા અને તેમણે બે બાળકો પણ છે. સાહી હરિયાણાના કરનાલના રહેવાસી હતા. તેમણે અમેરિકા આવી 6 મહિના પણ નહોતા થયા. તેમણે રાજનીતિક શરણની માંગ પણ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉંટીના વિટ્ટેયર સિટી સ્થિત 7-ઇલેવન ગ્રોસરી સ્ટોરમાં તેઓ કામ કરતા હતા. અમેરિકામાં તેમના સંબંધીઓ જણાવ્યું કે તેઓ ઘરમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતી અને પત્ની અને બાળકો માટે ઘરે પૈસા મોકલતા હતા. સ્થાનિક પોલીસ મુજબ મનિંદર સિંહ સાહીની હત્યા શનિવાર સવારે પાંચ વાગીને 43 મિનિટ થઈ હતી. જો કે, પ્રારંભિક તપાસ એમ લાગી રહ્યું છે કે શંકાસ્પદ શખ્સ ચોરીના ઇરાદે હથિયાર સાથે દુકાનમાં આવ્યો હતો.

શંકાસ્પદ શખ્સની ફોટો જાહેર કરી પોલીસે માહિતી આપી કે કોઈ કારણ વગર શંકાસ્પદ શખ્સે પિસ્તોલથી ગોળી ચલાવી અને કર્લ્કની હત્યા કરી દીધી. વધુમાં પોલીસે જણાવ્યું કે હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. સ્ટોરની અંદર બે ગ્રાહક પણ હતા જે ઇજાગ્રસ્ત થયા છે. સાહીના ભાઈએ પૈસા એકત્ર કરવા માટે ‘ગો-ફંડ પેજ’ બનાવ્યું છે જેથી મૃતકના શવને સ્વદેશ મોકલી શકાય.