અમદાવાદ / કોરોનાનું ટેકઓફ, ફ્લાઈટના ભાડાનું ક્રેશ લેન્ડિંગ, ચાલો… દુબઈ…દુબઈ…દુબઈ… 8 હજાર… 8 હજાર… 8 હજાર…

અમદાવાદ / કોરોનાનું ટેકઓફ, ફ્લાઈટના ભાડાનું ક્રેશ લેન્ડિંગ, ચાલો… દુબઈ…દુબઈ…દુબઈ… 8 હજાર… 8 હજાર… 8 હજાર…

દુબઈ, સિંગાપોર અને બેંગકોકના વિમાન ભાડાં 50 ટકા સુધી ઘટ્યા

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદઃ ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાઈરસને પગલે મોટી સંખ્યામાં પેસેન્જરો ઈન્ટરનેશનલ મુસાફરી રદ કરી રહ્યા છે. કોરોનાથી અસર પામેલા દેશોમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. આને કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવતી ઇન્ટરનેશનલ ફ્લાઈટોમાં પેસેન્જરોની સંખ્યા 30 ટકાથી વધુ ઘટી ગઈ છે. જ્યારે સાઉથ ઈસ્ટના દેશોમાં જતી ફ્લાઈટમાં 40 ટકાથી વધુ પેસેન્જરો ઘટ્યા છે. હાલ દુબઈ, સિંગાપોર અને બેંગકોકના વિમાન ભાડાંમાં 50 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. ડોમેસ્ટિક પેસેન્જરોમાં પણ 10 ટકા સુધી ઘટાડો નોંધાતા ફ્લાઈટના ભાડાં ઘટાડવા પડ્યા છે.

વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો
વિવિધ એરલાઈન્સના અધિકારીઓએ પણ જણાવ્યું કે, ડોમેસ્ટિકની સાથે ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા પણ ઘટી રહી છે. કેટલીક એરલાઈન્સ ટિકિટ રદ કરાવનારા પેસેન્જરને પૂરે પૂરી રકમ રિફંડ આપવાનું કહ્યું છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા કોરોના વાઈરસના વધુ એક શંકાસ્પદ દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી લોહીના નમૂના લેવાયા છે. આ દર્દી રાજસ્થાનથી આવ્યા પછી શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા.

વિવિધ ડેસ્ટિનેશનનું ઘટેલું ભાડું

શહેરરેગ્યુલર ભાડુંહાલનું ભાડું
મુંબઈ4000થી 50002200થી 2500
દિલ્હી5000થી 60002500થી 3000
કોચી7000થી 80004000થી 5000
બેંગકોક11000થી 120006000થી 7000
દુબઈ13000થી 140007000થી 8000

નોંધ : ભાડું રૂપિયામાં છે, તમામ રૂટ અમદાવાદથી છે.