રિસર્ચ / સ્માર્ટફોનના ઉપયોગથી માથાનો દુખાવો તીવ્ર બની શકે છે

રિસર્ચ / સ્માર્ટફોનના ઉપયોગથી માથાનો દુખાવો તીવ્ર બની શકે છે

  • દિલ્હીની AIIMSના રિસર્ચર્સ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચમાં માથાના દુખાવાથી પીડિત 400 લોકોને સામેલ કરાયા
  • સ્માર્ટફોન યુઝર્સને દવાઓથી માથાના દુખાવામાં 84% રાહત મળી

હેલ્થ ડેસ્કઃ સ્માર્ટફોન એક એવી આદત કે જરૂરિયાત જેના વગરનું જીવન આજના જમાનામાં કેટલાક અંશે અશક્ય છે. તેના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય પર અસર થાય છે. AIIMS (ઓલ ઇન્ડિયા ઈનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ સ્માર્ટફોનના ઉપયોગથી માથાનો દુખાવો તીવ્ર બની શકે છે.

રિસર્ચ
‘ન્યૂરોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં માથાના દુખાવાથી પીડિત 400 વોલન્ટિયર્સને સામેલ કરાયા હતા. આ તમામ લોકો માઈગ્રેન સહિતના અનેક માથાના દુખાવાથી પીડિત હતા.
રિસર્ચમાં આ તમામ વોલન્ટિયર્સને સ્માર્ટફોનના ઉપયોગ, માથાનો દુખાવો અને તેની સારવાર વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાંથી 206 લોકો સ્માર્ટફોન યુઝર્સ હતા જયારે 194 લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી.

પરિણામ

  • રિસર્ચમાં જોવા મળ્યું કે સ્માર્ટફોન યુઝર્સ પેઈન રિવિલિંગ ડ્રગ વધારે લેતા હતા લેતા. સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતાં 81% લોકો આ પ્રકારની દવા લેતા હતા અને સ્માર્ટફોન યુઝર્સ 96% લોકો આ પ્રકારની દવા લેતા હતા. સ્માર્ટફોન યુઝર્સ મહિનામાં સરેરાશ 8 દવાઅને નોન યુઝર્સ 5 ગોળી લેતા હતા.
  • સ્માર્ટફોન યુઝર્સને દવાઓથી માથાના દુખાવામાં 84% રાહત મળી હતી જ્યારે નોન યુઝર્સને 94% રાહત મળી હતી.

જોકે રિસર્ચમાં બંને ગ્રૂપના લોકોનાં માથાનો દુખાવાનું શું કરણ હતું અને તે કેટલા લાંબા સમય સુધી રહ્યો તે જાણી શકાયું ન હતું.

રિસર્ચના ઓથર દીપ્તિ વિભાના જણાવ્યા અનુસાર, રિસર્ચના પરિણામોને કન્ફર્મ કરવા માટે મોટા પ્રમાણમાં રિસર્ચ કરવાની જરૂર છે. સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને લીધે સ્વાસ્થ્ય પર અનેક રીતે અસર કરે છે. તેમાંથી માથાનો દુખાવો સૌથી સામાન્ય છે. આ રિસર્ચ માત્ર સ્માર્ટફોનના ઉપયોગ અને માથાના દુખાવો એકબીજા સાથે સંકળાયેલા છે તે દર્શાવે છે.