બેકલોગને લીધે ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડશે : રિપોર્ટ

બેકલોગને લીધે ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડશે : રિપોર્ટ

। નવી દિલ્હી ।

અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે રોજગાર આધારિત બેકલોગ ૨૦૩૦ સુધીમાં બમણો થઇ જશે અને તેને કારણે ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે એક દાયકો રાહ જોવી પડશે, એમ કોંગ્રેસના તાજા રિપોર્ટમાં જણાવાયું છે. અમેરિકાના નાગરિક ન હોય એવા લોકો માટે અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે.

કોંગ્રેશ્નલ રિસર્ચ સર્વિસ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા દરેક દેશ પર લાદવામાં આવેલી ક્વોટાની મર્યાદા દૂર કરવામાં આવે તો પણ સમય મર્યાદા થોડી ઘટશે. લગભગ ૧૦ લાખ લોકો કાયદેસર રીતે વિદેશી કામદારો છે અને તેમના પરિવારના સભ્યોને પણ એ વીઝા મળ્યા છે. તેઓ લોફૂલ પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ એટલે કે ગ્રીનકાર્ડ મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ રોજગાર આધારિત બેકલોગ ૨૦૩૦ સુધીમાં બમણો થઇ જાય એમ છે.

આ બેકલોગ એટલા માટે છે કે ગ્રીનકાર્ડ માટે અમેરિકી નોકરી દાતાઓ દ્વારા પ્રાયોજત વિદેશી કામદારોની સંખ્યા વાર્ષિક કાયદેસર ગ્રીનકાર્ડની ફળવણી કરતાં વધારે છે.

ભારત અને ચીનથી આવતા ઇમિગ્રન્ટોને વધુ પરેશાની

મોટા માઇગ્રેન્ટ કરતા દેશો ભારત અને ચીનના નાગરિકો માટે પણ સાત ટકાની ટોચ મર્યાદાને કારણે ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. નવા ઇચ્છુક ઇમિગ્રન્ટો બેકલોગમાં પ્રવેશે છે, જેને કારણે ગ્રીનકાર્ડ બેમાંથી એક જ જણને મળી શકે છે. એ સંજોગોમાં ઘણા ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવામાં એક દાયકા સુધીની રાહ જોવી પડી શકે છે. બેકલોગને કારણે આ સંભવિ