અંતિમ વિદાઈમાં મોડુ થયું / સ્મશાન પર એમ્બયુલન્સમાં દોઢ કલાક રહ્યું કોરોના સંક્રમિતનું શબ, ચાર ખભા પણ ન મળ્યા

અંતિમ વિદાઈમાં મોડુ થયું / સ્મશાન પર એમ્બયુલન્સમાં દોઢ કલાક રહ્યું કોરોના સંક્રમિતનું શબ, ચાર ખભા પણ ન મળ્યા

  • મોહાલીમાં નયાગામના 65 વર્ષના વૃદ્ધનું કોરોના સંક્રમણથી મોત થયું હતું
  • શબને સેનેટાઈઝ કરવામાં આવ્યું, સુરક્ષા કિટ પહેરીને શબને ગાડીમાં ઉતાર્યું

મોહાલી (મનોજ જોશી/મોહિત શંકર). મોહાલીના નયાગામમાં રહેનાર 65 વર્ષના વૃદ્ધિનું કોરોના સંક્રમણના કારણે મંગળવારે મૃત્યુ થયું હતું. મંગળવારે સાંજે લગભગ 5 વાગે તેમને ચંદીગઢ પીજીઆઈ એમ્બ્યુલન્સ દ્વારા સ્મશાને લાવવામાં આવ્યા હતા. કેટલાક અધિકારીઓ સાથે હતા. મૃતકનો પુત્ર તેમની સાથે ગાડીમાં આવ્યો. સ્મશાનઘાટમાં અધિકારીઓ ગાડીમાં જ બેઠેલા રહ્યાં હતા. પુત્ર શબ એકલો ઉતારી શકતો ન હતો. તેણે સ્મશાનમાં કામ કરનારા લોકોને અરજી કરી પરંતુ ખરેખર કોઈ પણ તૈયાર ન થયું.  

15 પગલાનું જ અંતર પરંતુ સાથ આપવા કોઈ તૈયાર નહિ

એમ્બ્યુલન્સથી સ્મશાનનું ઈલેક્ટ્રિક યુનિટ માત્ર 15 પગલા જ દૂર હતું. જોકે શબને ત્યાં સુધી પહોંચાડવા નગર કાઉન્સિલ કે સ્વાસ્થ્ય વિભાગ બેમાંથી એક પણ વિભાગના કર્મચારીઓ આગળ ન આવ્યા. દોઢ કલા બાદ નિગમ કમિશ્નરે જૂનિયર એન્જિનિયરને મોકલ્યો. તેમણે પહેલા શબને સેનેટાઈઝ કરાવ્યું. પછી સ્મશાનના બે કર્મચારીઓને કિટ પહેરાવીને શબને ઈલેકટ્રિક યુનિટ સુધી પહોંચાડ્યું. 

પુત્રની મજબૂરી

પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારમાંથી માત્ર પુત્ર જ આવ્યો હતો. માસ્ક અને એપ્રોન પહેરીને તે સ્મશાનના કર્માચારીઓની પાસે ગયો. બધાનો એક જ જવાબ હતો- અધિકારીઓના કહેવા કારણે અમે સેફ્ટી કિટ પહેરીને જ કામ કરીશું. પુત્રની લાચારી જુવો પિતાને અંતિમ સંસ્કારમાં ચાર ખભા પણ ન મળ્યા.

નિગમ કમિશ્નરે બતાવી સક્રિયતા

સ્મશાનના પંડિતે મોહાલી નિગમ કમિશ્નર કમલ કુમાર ગર્ગને ફોન પર આ માહિતી આપી હતી. પછીથી થોડી વારમાં જ જેઈ નંદન બંસલ પહોંચ્યો. બાદમાં એમ્બ્યુલન્સમાં બેઠેલી ટીમ બહાર આવી. ત્રણ લોકોએ સેફ્ટી કિટ પહેરીને શબ ઉઠાવ્યું. સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર થયા.

સ્વાસ્થ્ય વિભાગની ટીમને સ્મશાનની બહાર જ અપાઈ સેફ્ટી કિટ

કોરોના પેશન્ટ્સનો અંતિમ સંસ્કાર કઈ રીતે થશે. તેની માહિતી સ્વાસ્થ્ય વિભાગના સ્ટાફની પાસે નથી. નયાગામના એસડીઓ શબની સાથે આવ્યા હતા. તેમણે કહ્યું કે વિભાગની ટીમ આવી હતી, જોકે સ્મશાનની બહાર જ સેફ્ટી કિટ આપીને જતી રહી. અમને ખ્યાલ નથી કઈ રીતે અંતિમ સંસ્કાર કરવાનો છે.