અમેરિકી રિસર્ચમાં દાવો / ઉધરસ, છીંકથી કોરોના 8 મીટર સુધી ફેલાય છે

અમેરિકી રિસર્ચમાં દાવો / ઉધરસ, છીંકથી કોરોના 8 મીટર સુધી ફેલાય છે

કોરોના વાઈરસથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી

નવી દિલ્હી. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં છપાયેલા રિસર્ચ પેપરમાં દાવો કરાયો છે કે કોરોનાનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સામાજિક અંતર સંબંધિત જે દિશાનિર્દેશ જારી કર્યા છે તે પૂરતાં નથી. ઉધરસ કે છીંકવાથી પણ આ વાઈરસ 1-2 મીટર નહીં પરંતુ 8 મીટર સુધી ફેલાઈ શકે છે.
રિસર્ચ મુજબ ડબ્લ્યૂએચઓ અને અમેરિકી એજન્સીએ હાલના સમયે જે દિશાનિર્દેશ જારી કર્યા છે તે ઉધરસ, છીંક કે શ્વસન પ્રક્રિયાથી બનતાં ગેસ ક્લાઉડના 1930ના દાયકા જૂના થઈ ચૂકેલા મોડલ પર આધારિત છે. રિસર્ચર એમઆઈટીના એસોસિએટ પ્રોફેસર લીડિયા બુરુઈબાએ સાવચેત કરતાં કહ્યું છે કે ઉધરસ કે છીંકને લીધે નીકળતાં સૂક્ષ્મ કણ 23થી 27 ફૂટ કે પછી 7-8 મીટર સુધી જઈ શકે છે. તેમણે કહ્યું કે વર્તમાન દિશાનિર્દેશ કણના આકારની એકદમ સરળ અવધારણાઓ પર આધારિત છે અને આ ઘાતક રોગ વિરુદ્ધ પ્રસ્તાવિત ઉપાયોના પ્રભાવોને મર્યાદિત કરી શકે છે.
અત્યંત જરૂરી કામ હોય તો જ બહાર નીકળો
રિસર્ચનાં પરિણામ એ જણાવવા પૂરતાં છે કે આ વાઈરસનો સામનો કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર કેટલું મહત્ત્વપૂર્ણ છે. અમેરિકી જર્નલમાં પ્રકાશિત નવું રિસર્ચ જણાવે છે કે કોરોના વાઈરસ ફેલાવા અંગે અત્યાર સુધી જે અનુમાન લગાવાયાં છે આ તેનાથી પણ અનેક ગણા વધુ ઘાતક છે. એવામાં તેનાથી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે ઘરમાં રહો. અત્યંત જરૂરી હોય તો જ બહાર નીકળો પણ વધુ સાવચેત રહો અને લોકોથી અંતર જાળવો.