અમેરિકા – શિકાગોમાં રહેતાં ભાયલીના છીતુ પટેલનું કોરોનાથી મોત, પત્ની સારવાર હેઠળ

અમેરિકા – શિકાગોમાં રહેતાં ભાયલીના છીતુ પટેલનું કોરોનાથી મોત, પત્ની સારવાર હેઠળ

વડોદરા. કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે.ત્યારે વાઈરસની સૌથી વધુ અસર ઈટલી બાદ હવે અમેરિકામાં પહોચી છે. અમેરિકામાં રહેતા ભારતીય સમાજના ઘણા લોકો કોરોના વાઈરસની ઝપેટમાં પણ આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભાયલીના મુળ વતની અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોનાના પગલે અવસાન થતા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા છે.

31મી માર્ચે મોડી રાતે અવસાન થયું
છીતુભાઈ કાયમ મદદગાર રહેતા હતા. જોકે 10 દિવસ અગાઉ છીતુભાઈ પટેલ અને તેમની પત્નિ મંજુલાબેન પટેલ કોરોનાની મહામારીમાં સપડાયા હતા.બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચના રોજ મોડી રાતે કોરોનાના પગલે અવસાન થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી.તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. 

ગામે પોતાના સ્વજનને ગુમાવ્યાં છે
છીતુભાઈ પટેલ ભાયલી ગામના આદર્શ સમાન હતાં. તેઓએ અમેરિકામાં સ્થાઈ થઈને પોતાનો બિઝનેશ શરૂ કરી મોટી નામના મેળવી હતી.જ્યારે તેમના અવસાનના સમાચાર મળતા જ ગ્રામજનો શોકમગ્ન થઈ ગયા છે. – દર્પણ પટેલ, સરપંચ, ભાયલી ગામ