ભેળસેળ / અમેરિકામાં જોનસન એન્ડ જોનસનનો બેબી પાઉડર નહીં વેચાય

ભેળસેળ / અમેરિકામાં જોનસન એન્ડ જોનસનનો બેબી પાઉડર નહીં વેચાય

વૉશિંગ્ટન. જોનસન એન્ડ જોનસને અમેરિકા, કેનેડામાં બેબી પાઉડરનું વેચાણ રોકવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનોમાં એસ્બેસ્ટોસની ભેળસેળને લઈને 16 હજાર કેસ દાખલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના નિવેદન પ્રમાણે, પાઉડર કેટલો સુરક્ષિત છે તે અંગે ખોટા સમાચારોને પગલે અમેરિકામાં તેની માંગ ઘટી છે.