ટ્રમ્પનું વિચિત્ર નિવેદન – દેશમાં સંક્રમણનો વધુ ફેલાવવો થવો એ સારી બાબત, આપણા માટે સન્માનની વાત

ટ્રમ્પનું વિચિત્ર નિવેદન – દેશમાં સંક્રમણનો વધુ ફેલાવવો થવો એ સારી બાબત, આપણા માટે સન્માનની વાત

  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- વધુ કેસો હોવાની વાતને હું ખરાબ માનતો નથી, એનો અર્થ એ છે કે આપણે બીજા કરતા ઘણા વધુ ટેસ્ટ કર્યા છે
  • અમેરિકામાં અત્યાર સુધીમાં 15 લાખ 70 હજારથી વધુ મામલાઓ અને 93 હજારથી વધુ મોત

વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોનાનું સંક્રમણ વિશ્વમાં સૌથી વધુ હોવું તે સન્માનની વાત છે. તેમણે વ્હાઈટ હાઉસમાં મંગળવારે કહ્યું કે જ્યારે તમે કહો છે કે આપણે સંક્રમણના મામલામાં આગળ છીએ તો હું તેને ખરાબ માનતો નથી. તેનો અર્થ એ છે કે આપણે બીજા કરતા વધુ ટેસ્ટ કર્યા છે. આ સારી વાત છે કારણ કે તેનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે આપણા ટેસ્ટિંગ વધુ સારા છે. હું તેને એક સન્માનની રીતે  જોવું છું.

જોપ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં 15 લાખ 70 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે અને 93 હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજા નંબરે રશિયા છે, જ્યાં લગભગ 3 લાખ લોકો સંક્રમિત છે.

ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટીકા કરી 

ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટ્રમ્પના આ નિવેદનની ટીકા કર છે. કમિટીએ ટ્વીટ કર્યું કે દેશમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ મળવા તે સંપૂર્ણ રીતે આપણા દેશની લીડરશીપની નિષ્ફળતા છે. આ પહેલા ગત સપ્તાહે સીનેટની બેઠકમાં આ અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા. રિપબ્લિકન સાંસદ મિટે રોમનીએ કહ્યું હતું કે દેશનો ટેસ્ટિંગ રેકોર્ડ સારો નથી. આપણા ત્યાં ફેબ્રુઆરી-માર્ચમાં મામલાઓ પ્રકાશમાં આવવાના શરૂ થઈ ગયા હતા. આ રીતે જોવામાં આવે તો અત્યાર સુધીમાં પુરતા ટેસ્ટિંગ થયા નથી. તેમાં ખુશ થવા જેવી કોઈ વાત નથી.