ગુજરાત સરકારની ઝાટકણી કાઢનાર હાઇકોર્ટના જજની રાતોરાત થઇ ગઇ બદલી

ગુજરાત સરકારની ઝાટકણી કાઢનાર હાઇકોર્ટના જજની રાતોરાત થઇ ગઇ બદલી

ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક ન્યાયમૂર્તિ રજા પર હોવાથી સુઓમોટો અને પબ્લિક ઇન્ટરરેસ્ટ લિટીગેશનનો ચાર્જ જે.બી પારડીવાલા પાસે હતો. જો કે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ પરત ફરતા આ ચાર્જ તેમણે સંભાળી લીધો છે.

અહિં તમને જણાવી દઇએ કે, આ હાઇકોર્ટની નિયમિત થતી પ્રક્રિયા છે. જે અંતર્ગત ત્રણ મહિનામાં બેંચ બદલવામા આવતી હોય છે.

ઉલ્લેખનિય છે કે, જજ જે.બી પારડીવાલા પોતાના સ્પષ્ટ મત અને જનતાઅભિયગમ ધરાવતા હતા. તેમણે કોરોના મુદ્દે રાજ્ય સરકાર તથા કોર્પોરેશનને પણ આડે હાથ લીધી હોય તેવા અનેક કિસ્સા છે. તેઓ હંમેશા કોઇ પણ મુદ્દે સરકારની ઢીલ અને પ્રજાની પડતી અડટણો તેમજ મુશ્લેલીઓ પર સરકારની ઝાટકણી કાઢવા હતા. ગુજરાતની પ્રજામાં જજ જે.બી પારડીવાલા ખુબ જ લોકપ્રિય છે અને તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના નિર્ણયોના કારણે ચર્ચામાં આવતા રહે છે.

મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ દ્વારા કોરોનાના વધતા કેસ વધતા સ્વાસ્થ્ય વિભાગને ચેતવણી આપી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, તમે સુધરો નહી તો અમે સુધારવા આવીશુ.