ટાઇટેનિક જહાજને જાણો કેમ હજી સુધી દરિયામાંથી બહાર કાઢવામાં નથી આવ્યું

ટાઇટેનિક જહાજને જાણો કેમ હજી સુધી દરિયામાંથી બહાર કાઢવામાં નથી આવ્યું

તમે ટાઇટેનિક વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. અમે ફિલ્મ વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ વાસ્તવિક ટાઇટેનિક શિપ જેના પર ફિલ્મ બનાવવામાં આવી હતી. ટાઇટેનિક વિશ્વના સૌથી મોટા શિપ તરીકે જાણીતા તેને 108 વર્ષ થઇ ચુક્યા છે. લોકોને ખબર છે કે તેનો કાટમાળ ક્યાં છે, પરંતુ આજદિન સુધી કાટમાળ દરિયામાંથી કાઢવામાં આવ્યો નથી. તમે જાણો છો કેમ? ના, તો ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીશું, જે જાણીને તમને આશ્ચર્ય થશે

ટાઇટેનિક 10 એપ્રિલ 1912 ના રોજ તેની પહેલા યાત્ર બ્રિટેનના સાઉથૈમ્પટન બંદરથી ન્યૂયોર્ક માટે નીકળ્યું હતું. પરંતુ 14 એપ્રિલ 1912 ના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક હિમખંડથી ટકરાઇને બે ટૂકડામાં તુટી ગયું હતું અને તેનો કાટમાળ 3.8 કિલોમીટરની ઉંડાણ સમાઇ ગયો હતો.

ટાઇટેનિક અકસ્માતમાં લગભગ 1500 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે તે સમયની સૌથી મોટી દરિયાઇ ઘટનામાંથી એક માનવામાં આવે છે. લગભગ 70 વર્ષોથી, આ વહાણનું ભંગાણ દરિયામાં અસ્પષ્ટ રહ્યું હતું. 1985 માં, ટાઇટેનિકના કાટમાળના શોધકર્તા રોબર્ટ બલાર્ડ અને તેમની ટીમે શોધ્યો હતો.

આ જહાજ જ્યાં ડૂબ્યું હતું જ્યાં અંધારુ છે અને સમુદ્રમાં નીચેનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. હવે આટલું નીચે કોઇ વ્યક્તિનું જવું અને પછી સુરક્ષિત પરત ફરીને આવવું ખૂબ મુશ્કેલ છે. એવામાં જહાજનો કાટમાળ લાવવો તો ખૂબ દૂરની વાત છે અને જહાજ એટલું મોટું અને ભારે હતું કે લગભગ ચાર કિલોમીટરની ઉંડે જઇને કાટમાળ નીકાળી બહાર લાવવું લગભગ અશક્ય છે.

એવું કહેવામાં આવે છે કે ટાઇટેનિકનો કાટમાળ સમુદ્રની અંદર લાંબા સમય સુધી ટકી શકશે નહીં, કારણ કે તે ઝડપથી ઓગળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટાઈટેનિકનો કાટમાળ આવતા 20-30 વર્ષમાં સંપૂર્ણપણે ઓગળી જશે અને દરિયાના પાણીમાં ભળી જશે. હકીકતમાં, સમુદ્રમાં જોવા મળતા બેક્ટેરિયા ઝડપથી તેની લોખંડની રચનાને બદલી નાખે છે, જેના કારણે તેને કાટ લાગી રહ્યો છે. એક અહેવાલ મુજબ, કાટનું કારણ બનેલા આ બેક્ટેરિયા દરરોજ લગભગ 180 કિલો ભંગાર ખાય જાય છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટાઇટેનિકની ઉંમર વધુ લાંબી નથી.