Unlock 1ને લઈ CM રૂપાણીની જાહેરાત, હવેના તબક્કામાં મળશે આ છૂટછાટ

Unlock 1ને લઈ CM રૂપાણીની જાહેરાત, હવેના તબક્કામાં મળશે આ છૂટછાટ

સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સારી છૂટછાટ આપી હતી. જેમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે રૂકાવટ ન આવે, કામ ધંધા અટકે નહીં તે દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા અઢી મહિનાથી કામ ધંધા બંધ હોવાને કારણે લોકોને તકલીફ પડતી હતી. લોકોને ઓછી મુશ્કેલી પડે તે મુજબ આગળ વધી રહ્યા છે. હવે 7 વાગ્યે કરફ્યુ લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 કરફ્યુ રહેશે.

દરેક દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને લોકો 9 વાગ્યા પહેલાં ઘરે પહોંચી જાય. ઓડ ઈવન પધ્ધતિ બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને છૂટો આપવામાં આવે છે. ઓફિસોને પણ તમામ છૂટ આપવામાં આવે છે. લોકો શહેરમાંથી અવરજવર કરી શકે તે માટે હવે સમગ્ર ગુજરાતમાં એસટી ચાલશે. એસટીમાં પણ 60 ટકા કેપિસિટી રાખવામાં આવશે. આમ એસટી સમગ્ર ગુજરાતમાં અવરજવર કરશે. ટુ વ્હીલરમાં ફેમિલી મેમ્બર સાથે જ 2 વ્યક્તિને છૂટ આપવામાં આવે છે. અન્ય કોઈ વ્યક્તિને બેસાડી નહીં શકાય. નાની ગાડીઓમાં 1+2 રહેશે અને મોટી ગાડીઓમાં 1+3 રહેશે. સિટી બસ 50 ટકાની કેપેસિટી ચાલુ રહેશે.

સચિવાલય, સરકારી ઓફિસો તમામ સ્ટાફ સોમવારથી નિયમોને આધીન શરૂ થશે. સરકારી કામો પણ ચાલુ થશે. બેંકો પણ ફૂલ કેપેસિટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ચાલુ રહેશે અને તમામ સ્ટાફ સાથે. હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 8મી જૂનથી ચાલુ થશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. આવતીકાલે કન્ટેઈમેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પડશે.