લંડનમાં 258 વર્ષ જુની શરાબનું અધધ… 1.1 કરોડ રૂપિયામાં વેચાણ થયું

લંડનમાં 258 વર્ષ જુની શરાબનું અધધ… 1.1 કરોડ રૂપિયામાં વેચાણ થયું

શરાબની જે બોટલ વેચાઇ તેનું લેબલ પણ યથાવત છે

આ શરાબ ખરીદનારનું નામ જાણવા મળતું નથી

લંડન, 30-5-2020, શનિવાર 

લંડનમાં 258 વર્ષ જુની  દુલર્ભ શરાબનું અધધ.. 1.1 કરોડ રુપિયામાં વેચાણ થયું હતું. ગોતિય કોન્યાક  1762ની માત્ર ત્રણ બોટલો દુનિયામાં બચેલી છે. કોન્યાકને વિશ્વની સૌથી જુની શરાબ હોવાનો દરજજો મળેલો છે. નવાઇની વાત તો એ છે કે શરાબની જે બોટલ વેચાઇ તેનું લેબલ પણ યથાવત છે. ફેંચ કંપની માઇસન ગોતિએની બનાવેલી આ બ્રાંડ ગ્રાંડ ફેરે એટલે કે બિગ બ્રધરના નામથી જાણીતી છે,જે બોટલનો હરાજીમાં સોદો થયો તે સૌથી મોટી બાટલી છે.

આના કરતા નાની બાટલીને દક્ષિણ પશ્ચિમ ફ્રાંસમાં આવેલા મશહૂર ગોતિએ મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે જયારે તેનાથી પણ નાની બોટલની વર્ષ 2014માં હરાજી થઇ હતી. શરાબની બ્રાંડના નિષ્ણાત અને શોખીનોનું માનવું છે કે આ બોટલ દુનિયાના સંગ્રહાલયોમાં રાખવામાં આવેલી જુની શરાબોની સરખામણીમાં ઘણી બહેતર છે. ગોતિએ કોન્યાકનું નામ જુની શરાબના ઇતિહાસમાં ખૂબજ આદરથી લેવામાં આવે છે. આ શરાબ ખરીદનારનું નામ જાણવા મળતું નથી. શરાબ જેટલી જુની એટલી સારી માનવામાં આવે છે પરંતુ નિલામીની મોંઘીદાટ શરાબનો ઉપયોગ પીવા માટે નહી પરંતુ સ્ટેટસ તરીકે રાખવા માટે થાય છે. જુની શરાબનું એક મોટું બજાર છે તેને ખરીદનારા અને જાણકારી રાખનારા રસિયાઓની પણ અલગ દુનિયા છે.