તમારો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ જશે, જાણો સમગ્ર માહિતી

તમારો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ જશે, જાણો સમગ્ર માહિતી

હવે તમારો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઈન્ડિયા (ટ્રાઇ) એ શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તમાં ટ્રાઇએ દેશમાં 11 અંકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ટ્રાઇ અનુસાર 10 અંકવાળા મોબાઇલ નંબરને 11 અંકવાળા મોબાઇલ નંબરમાં બદલાશે તો દેશમાં વધુ નંબર ઉપલબ્ધ થઇ જશે.

દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધારીને 1 હજાર કરોડ થઈ જશે

ટ્રાઇએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે જો મોબાઈલ નંબરના પહેલા આંકડો 9 રાખવામાં આવે તો 10 થી 11 અંકના મોબાઇલ નંબર પર સ્વિચ કરવાથી દેશમાં કુલ 10 અબજ (1000 કરોડ) નંબરોની ક્ષમતા થઇ જશે. ટ્રાઇએ વધુમાં કહ્યું કે 70 ટકા યુટિલાઇઝેશન અને હાલની પોલિસીની સાથે 700 કરોડ કનેક્શન હોવા સુધી પૂરતું છે.

કોલ કરતા સમયે તમારા નંબરની આગળ ‘0’ લગાવો પડશે

આ સિવાય ટ્રાઇએ પણ ફિક્સ્ડ લાઇનથી કોલિંગ કરતા સમયે મોબાઇલ નંબરની આગળ ‘0’ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારની વાત કરીએ તો ફિક્સ્ડ લાઇન કનેક્શન થી ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કોલ્સ માટે નંબરની શરૂઆતમાં ‘0’ મૂકવાની જરૂર પડે છે. જો કે મોબાઇલ નંબર્સને લેન્ડલાઇન વગર શરૂઆતમાં ઝીરો લગાવીને પણ એક્સેસ કરી શકાય છે. ટ્રાઇએ કહ્યું કે ફિક્સ્ડ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે ઝીરો લગાવવો ફરજીયાત થવા પર લેવલ 2, 3, 4 અને 6 માં તમામ ફ્રી સબ-લેવલ્સનો મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાશે.

આવશે નવો નેશનલ નંબરિંગ પ્લાન

આ સિવાય એક નવો નેશનલ નંબરિંગ પ્લાન પણ સૂચવ્યો છે, જેને શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાનો છે. સાથો સાથ ટ્રાઇએ ડોંગલ્સ માટે ઉપયોગ થનાર મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કહી છે.