ભરૂચનો યુવાન કેનેડામાં નાયગ્રા ફોલ પર ઉજવી રહ્યો હતો બર્થ-ડે, ડૂબી જતાં નિપજ્યું મોત

ભરૂચનો યુવાન કેનેડામાં નાયગ્રા ફોલ પર ઉજવી રહ્યો હતો બર્થ-ડે, ડૂબી જતાં નિપજ્યું મોત

પોતાની બર્થ ડેની ઉજવણી કરવા માટે આપણે સૌ કોઈ આતુર હોઈએ છીએ. અને બર્થે ડેના ખાસ ડે તરીકે ઉજવવા શક્ય તેટલાં તમામ પ્રયાસો કરીએ છીએ. પણ કેનેડામાં રહેતાં ભરૂચનાં યુવકને પોતાનાં બર્થ ડેની ઉજવણી કરવી ભારે પડી. નાયગ્રા ફોલ ખાતે બર્થ ડે ઉજવી રહેલો ભરૂચનો યુવાન પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.

મૂળ ભરૂચની પ્રેસિડેન્ટ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર સિરાજ નબીપુરાવાલા કેનેડાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. કેનેડાના નાયગ્રા વોટર ફોલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્રો ભેગા થયા હતા. આ દરમિયાન સમીર અચાનક જ પાણીમાં ડૂબવા લાગ્યો હતો.

સમીર નાયગ્રા ફોલ પાસે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. પણ આ દરમિયાન ડૂબી જવાથી તે પાણીમાં તણાઈ ગયો હતો. આ દ્રશ્યો જોઈ તેનાં મિત્રો ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તાત્કાલિક મદદ માટે પોકાર લગાવી. 

બોટની મદદથી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જો કે વિદ્યાર્થીનો કોઇ પત્તો ન મળતા તેની શોધખોળ કરવા માટે હેલિકોપ્ટપરની પણ મદદ લેવામાં આવી છે. જોકે હજી સુધી વિદ્યાર્થીનો કોઇ પત્તો મળ્યો નથી.