અમેરિકામાં 71% ગોરાઓએ, 10માંથી 6 અમેરિકીએ કહ્યું – પોલીસ અશ્વેતો સાથે ભેદભાવ કરે છે

અમેરિકામાં 71% ગોરાઓએ, 10માંથી 6 અમેરિકીએ કહ્યું – પોલીસ અશ્વેતો સાથે ભેદભાવ કરે છે

રંગભેદ, પોલીસ દ્વારા અત્યાચાર વિરુદ્ધ અમેરિકી ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોટી સહમત

ન્યૂયોર્ક. પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ સમગ્ર અમેરિકામાં દેખાવ થઇ રહ્યા છે. સાથે જ અમેરિકનોના વિચારોમાં પણ પરિવર્તન દેખાઇ રહ્યું છે. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે 10માંથી 8 અમેરિકનોએ માન્યું કે રંગભેદ અને ભેદભાવ મોટી સમસ્યા છે. 2015 બાદ એટલે કે માત્ર 5 વર્ષમાં આવું માનનારાઓની સંખ્યા 26% વધી છે. 

ચોંકાવનારી વાત એ છે કે 71% ગોરાઓ આવું માને છે. રંગભેદ અને ભેદભાવ મુદ્દે આ અમેરિકી ઇતિહાસની સૌથી મોટી સહમતિ છે. 10માંથી 6 અમેરિકનો એમ પણ માને છે કે પોલીસ પણ ગોરાઓની તુલનાએ અશ્વેતો સાથે વધુ બર્બરતા આચરે છે. ફ્લોઇડ સાથે જે મિનેપોલિસમાં ઘટના બની ત્યાં 20% વસતી અશ્વેતોની છે. તેમાંથી અંદાજે 9% અશ્વેતો પોલીસમાં છે. તેમ છતાં મિનેપોલિસમાં પોલીસના અત્યાચારનો સૌથી વધુ શિકાર અશ્વેતો જ છે. તેઓ 7 ગણો વધારે અત્યાચાર વેઠે છે. 

નાગરિક અધિકારો માટે કામ કરતા વકીલ, ડેમોક્રસી ફોર કલરના સંસ્થાપક સ્ટીવ ફિલિપ કહે છે કે, ‘દેશમાં જે કંઇ થઇ રહ્યું છે તે ઐતિહાસિક છે. આ ચોક્કસપણે એક મોટા પરિવર્તનની તૈયારી છે. મારું માનવું છે કે પોલીસનું ફન્ડિંગ થોડું ઘટાડીને સામાજિક કાર્યોમાં વાપરવું જોઇએ.’ કેલિફોર્નિયામાં હાર્વે મડ કોલેજના સોશિયલ સાઇકોલોજિસ્ટ અનૂપ ગમ્પા કહે છે, ‘મેં લોકોના વલણમાં આટલું મોટું પરિવર્તન ક્યારેય નથી જોયું, પછી ભલે તેઓ ગમે તે ઉંમરના હોય, ઉદારવાદી હોય કે સંકુચિત માનસિકતાવાળા. આ વાતથી આશ્ચર્ય થાય છે.’

ન્યૂયોર્ક ટાઇમ્સ પોલ વૉચ મુજબ બ્લેક લાઇવ્સ મેટર આંદોલને બહુ ઝડપથી અમેરિકનોની સહાનુભૂતિ મેળવી લીધી છે. તેણે સ્થાનિક સરકારો અને નેતાઓને નીતિઓ બદલવા ફરજ પાડી છે, જે 2020ની ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે. 

57%એ કહ્યું- લોકોનો ગુસ્સો વાજબી

વિષયઅમેરિકી
રંગભેદ-ભેદભાવની સમસ્યા76%
બ્લેક લાઇવ્સ મેટર61%
લોકોનો ગુસ્સો વાજબી57 %
ગુસ્સો કંઇક અંશે વાજબી21 %
પોલીસ અત્યાચાર અશ્વેતો પર વધુ57 %