સેટેલાઇટમાં વિદેશ જવાની ઘેલછામાંં યુવકે પાંચ લાખ ગુમાવ્યા

સેટેલાઇટમાં વિદેશ જવાની ઘેલછામાંં યુવકે પાંચ લાખ ગુમાવ્યા

કેનેડામાં 100 ટકા વર્ક પરમીટની લાલચ આપી હતી

આનંદનગરમાં આવેલી એચ.વી. ઇમીગ્રેશન વિઝા કન્સલ્ટન્સીના સંચાલકો સામે છેતરપીડીની ફરિયાદ

સેટેલાઇટમાં રહેતા યુવકને કેનેડામાં વર્ક પરમીટની લાલચ આપીને તેની પાસેથી રૃા. પાંચ લાખ લેવામાં આવ્યા હતા. જો કે એક વર્ષ બાદ  પણ યુવકને કેેનેડા મોકલવાની કોઇપણ જાતની કામગીરી નહી કરીને રૃપિયા પણ પરત ના આપતાં બે સંચાલકો સામે છેતરપીડીની ફરિયાદ કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે સેટેલાઇટમાં  જોધપુર ગામ પાસે સૂર્યસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ચન્દ્રીકાબહેન અશોકભાઇ કવિએ સેેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આનંદનગર ૧૦૦ ફૂટ રાડ ઉપર આવેલા ટાઇટેનીયમ  સીટી સેન્ટરમાં આવેલી એચ.વી. ઇમીગ્રેશન વિઝા કન્સલ્ટન્સીના સંચાલકો પુજાબહેન તથા ધીરેનભાઇ ગોર સામે ફરિયાદ નોધાવી છે કે  મહિલાના પુત્રને કેનડાના વિઝા તથા વર્ક પરમીટ આપવાની વાત કરીને ખર્ચના ૧૫ લાખની વાત કરી હતી.

મહિલાનો મોટો પુત્ર કેનેડામાં રહેતો હોવાથી નાના પુત્રને કેનેડામાં મોકલવા માટે રૃા. પાંચ લાખ આપ્યા હતા, પરંતુ આરોપીએ ગત એપ્રિલ ૨૦૧૦થી આજ દિન સુધીમાં વર્ક પરમીટ સહિતની કોઇ કામગીરી નહી કરીને રૃપિયા પણ પરત આપતા ન હતા.