ટેકો / POKના પાકિસ્તાની એક્ટિવિસ્ટ અમજદ મિર્ઝાએ ચીનને કહ્યું, ‘અમે ભારત સાથે છીએ, જરૂર પડી તો ભારત માટે લડીશું ’

ટેકો / POKના પાકિસ્તાની એક્ટિવિસ્ટ અમજદ મિર્ઝાએ ચીનને કહ્યું, ‘અમે ભારત સાથે છીએ, જરૂર પડી તો ભારત માટે લડીશું ’

ગ્લાસગો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના એક એક્ટિવિસ્ટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની આક્રમકતા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્લાસગોમાં હકાલપટ્ટી કાપી રહેલા અમજદ અય્યુબ મિર્ઝાએ કહ્યું કે, તેઓ ભારતી સેનાના સમર્થનની પ્રતિજ્ઞા કરે છે. 70 વર્ષથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિલ-બાલ્ટિસ્તાનના લોકોને ભારતથી અલગ રાખ્યા છે. ચીનની આક્રમકતાના કારણે ભારત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમે ચૂપ નહીં રહીએ અને ભારત સાથે ખભે-ખભા મિલાવીને ઊભા રહીશું. મિર્ઝાએ કહ્યું કે, ‘હું ભારત માટે લડીશ અને જ્યાં ભારતીય સૈનિકનું લોહી રેડાશે, ત્યાં અમે પણ દુશ્મન સામે લડીશું.’

  • અમેરિકામાં સાંસદ ડેટ યોહોએ કહ્યું કે, લદ્દાખમાં ચીનની આક્રમકતા સૈનિક ઉશ્કેરણીની કાર્યવાહીનો ભાગ છે. ચીને જાણીજોઈને આમ કર્યું છે. હવે દુનિયા માટે એક થવાનો અને ચીનને એ બતાવવાનો સમય આવી ગયો છે કે, બસ હવે બહુ થયું.