યુ-ટર્ન / યોગ ગુરુ બાબા રામદેવની પતંજિલનો યુ-ટર્ન, કોરોનાની દવા બનાવ્યાનો દાવો નથી કર્યો

યુ-ટર્ન / યોગ ગુરુ બાબા રામદેવની પતંજિલનો યુ-ટર્ન, કોરોનાની દવા બનાવ્યાનો દાવો નથી કર્યો

દહેરાદૂન. યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીએ કોરોના વાઈરસની દવા બનાવ્યાનો દાવો કર્યા પછી યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ આયુષ વિભાગની નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું છે કે, અમે કોરોનાની દવા બનાવ્યાનો નહીં, ઈમ્યુનિટી બુસ્ટર બનાવ્યાનો દાવો કર્યો હતો.

પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે, સરકારી નિયમો પ્રમાણે મંજૂરી લઈને તૈયાર કરાયેલી આ દવાથી દર્દીઓ સાજા પણ થયા છે. આ મુદ્દે સુનિયોજિત રીતે ભ્રમ ફેલાવવાનું કાવતરું રચાયું હતું.