USમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૧૯૯ લોકોનાં મોત, ૪૭,૦૦૦ કરતાં વધારે નવા કેસ

USમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૧૯૯ લોકોનાં મોત, ૪૭,૦૦૦ કરતાં વધારે નવા કેસ

। વોશિંગ્ટન ।

દુનિયાભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધી ૧,૬૭,૮,૫૪૪  લોકો સંક્રમિત થયાં છે તેમાં ૫૮,૨૩, ૩૩૧ લોકો  સાજા થયાં છે તો ૫,૧૪,૬૨૨ લોકોના મોત થયાં છે.  ઈજિપ્તમાં લગભગ ૩ મહિનાના લોકડાઉન બાદ એરપોર્ટ, મ્યૂઝિયમ  અને ગીઝાના પિરામિડ ખોલી દેવામાં આવ્યાં છે. બુધવારે ૧૪  ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા ૨,૦૦૦ લોકોએ યાત્રા કરી હતી. સાઉથ  કોરિયામાં ગત ૨૪ કલાકમાં સંક્રમણના ૫૧ નવા કેસો સામે  આવ્યાં છે.

દુનિયાભરમાં કોરોનાને કારણે સૌથી વધારે ખંુવારી અમેરિકા વેઠી રહ્યું છે. અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૧૯૯ લોકોનાં મોત થયાં છે. ૧૦ જૂન સુધી તો દરરોજ લગભગ ૧,૦૦૦ લોકોનાં મોત થતાં હતાં. ૨૦ દિવસમાં પહેલી વાર દરરોજના મોતનો આંકડો ૧૦૦૦ને પાર પહોંચ્યો છે. ચોવીસ કલાકમાં અમેરિકામાં કોરોનાના ૪૭,૦૦૦ કરતાં પણ વધારે કેસો બહાર આવ્યા છે. અમેરિકામાં બે અઠવાડિયા પહેલાં જ કેટલાંક રાજ્યોમાં લોકડાઉન હળવું કરાયું છે ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને બમણી થઈ છે. ૬૫ ટકા લોકો સંક્રમિત થયા છે. આખી દુનિયામાં કોરોનાએ અત્યાર સુધી ૫.૧૯ લાખ લોકોનો ભોગ લીધો છે. અમેરિકામાં કુલ કેસોની સંખ્યા ૨,૭૩૦,૮૦૩ને પાર પહોંચી છે. તો મોતનો કુલ આંકડો ૧,૩૦, ૧૩૪ પર પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ફરી વાર લોકડાઉન

ચેપના વધી રહેલા કેસોને ધ્યાનમાં લેતા ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ફરી વાર લોકડાઉન કરી દેવાયું છે. અહીંના લગભગ ૩.૨૦ લાખ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. બુધવારે રાતથી લોકડાઉન અમલી બન્યું છે. મેલબોર્નમાં ચાર અઠવાડિયાનું લોકડાઉન કરવામાં આવ્યું છે તથા શહેરમાં જનારી તમામ ફ્લાઈટ્સને પણ રદ કરી નાખવામાં આવી છે અને લોકોને પોતાનો સમય ઘરમાં પસાર કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. યુએસ બાદ મેક્સિકોમાં એક જ દિવસમાં ૬૯૮ લોકોનાં મોત થયાં છે. મેક્સિકો માટે આ આંકડો ઘણા વધારે કહી શકાય.

ચીનમાં નવા ૨૫ કેસ

ચીનમાં સંક્રમણના નવા ૨૫ કેસ આવ્યા છે. જેમાં ૮ સ્થાનિક અને ૧૭ બહારના કેસ છે. કોરોના સંક્રમણની નવી લહેરથી સત્તાવાળાઓ ચિંતામાં પડયા છે. હુબેઈમાં વુહાન જેવા કડક નિયમોનું પાલન કરાઈ રહ્યું છે. એનશિનમાં લોકડાઉનને કારણે ૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.

કોરોના મહામારી વકરી શકે છે, રસીની કોઈ ગેરંટી નથી : યુએસ નિષ્ણાત

અમેરિકી સરકારના એક ટોચના નિષ્ણાતે એવી ચેતવણી આપી છે કે જો અમેરિકા અસરકારક પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું તો પરિસ્થિતિ હજુ પણ વણસી શકે છે. તેમણે કહ્યું કે રસીની કોઈ ગેરંટી નથી. અમેરિકાએ અસરકારક પગલાં ભરવા પડશે.