આંખો ફાટી જાય તેવી કમાણી કરતી આ એરલાઇન્સે પણ કર્મચારીઓની કરી નાંખી છટણી

આંખો ફાટી જાય તેવી કમાણી કરતી આ એરલાઇન્સે પણ કર્મચારીઓની કરી નાંખી છટણી

કોરોનાના કારણે તમામ વિશ્વમાં આર્થિક સંકટ ઘેરાયુ છે. મોટી અને દિગ્ગજ કંપનીઓને ફટકો પડતા તેઓ પોતાના કર્મચારીઓની સેલરી કાપી રહ્યા છે અથવાતો છટણી કરી રહ્યા છે. અમીરાત એરલાઇન્સે કોરોના વાયરસના રોગચાળા વચ્ચે તેના લગભગ દસમા ભાગના કર્મચારીઓને છટ્ટણી કરી દીધી છે.

હવે આ સંખ્યા 15 ટકા એટલે કે 9,000 સુધી વધી શકે છે. અમીરાત એરલાઇન્સના પ્રેસિડેન્ટે શનિવારે એક રિપોર્ટમાં આ અંગે વાત કરી હતી. મોટા ભાગના મધ્ય પૂર્વમાં અમીરાત એરલાઇન્સ એક મોટી એરલાઇન કંપની છે, જેની પાસે 270 વાઇડ બોડી એરક્રાફ્ટ છે. પરંતુ, માર્ચમાં વૈશ્વિક લોકડાઉન પછી આ એરલાઇન્સ કંપનીની કામગીરી પણ અટકી ગઈ છે.

જો કે, બે અઠવાડિયા પછી આ કંપનીએ મર્યાદિત નેટવર્ક માટે તેની સેવાઓ શરૂ કરી. ઓગસ્ટના મધ્ય સુધીમાં કંપનીના 58 વિમાન ઉડાન કરે તેવુ આયોજન કરી રહ્યું છે.

અમીરાતમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે?
કોરોના સંકટ પહેલાં, લગભગ 60,000 કર્મચારીઓ કામ કરતા હતા, જેમાં 4,300 પાઇલટ્સ અને 22,000 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કંપનીએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ અંગે માહિતી આપી છે.

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) એ કહ્યું છે કે આ વર્ષે તમામ એરલાઇન્સને કુલ 84 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ આંકડો નજીકના ઇતિહાસમાં સૌથી મોટી ખોટ સાબીત થશે.

ક્લાર્કે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી પાસે અન્ય કંપનીઓની તુલનામાં ઓછી છટણી છે પરંતુ આ સંકટ એવા સમયે આવ્યુ છે જ્યારે અમે સર્વશ્રેષ્ઠ વર્ષ તરફ આગળ વધી રહ્યા હતા. માર્ચમાં દુબઈની એરલાઇન્સ કંપનીએ 21 ટકાનો જંગી નફો જાહેર કર્યો હતો.