વેક્સિનની મારામારી! : ગરીબ દેશોમાં દર 500 માંથી 1 ને તો ધનિક દેશોમાં 4 માંથી 1 ને વેક્સિન;

વેક્સિનની મારામારી! : ગરીબ દેશોમાં દર 500 માંથી 1 ને તો ધનિક દેશોમાં 4 માંથી 1 ને વેક્સિન;

  • તૂર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિનની વ્યવસ્થા કરવામાં હજુ 2 મહિના લાગશે
  • ધનિક દેશોએ વેક્સિનનો સ્ટૉક કર્યો એટલે દુનિયામાં અછત

દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. ભારતમાં વધતા સંક્રમણને કારણે અનેક દેશોએ ભારતની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ દુનિયામાં અનેક એવા દેશો છે કે જે હાલના સમયે કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. ઈરાન, તૂર્કી અને બ્રાઝીલ સહિત અનેક દેશોમાં સંક્રમણ ભયાવહ રૂપ ધારણ કરી ચૂક્યું છે. તૂર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકા કહે છે કે અમને વેક્સિનની વ્યવસ્થા કરવામાં ઓછામાં ઓછા 2 મહિના લાગશે. દુનિયામાં વેક્સિનની અછતનું સૌથી મોટું કારણ એ છે ધનિક દેશોએ પોતાની વસતીથી અનેકગણી વધુ વેક્સિનનો સ્ટોક કરી લીધો છે. WHOના જણાવ્યાનુસાર ગરીબ દેશોમાં દર 500 લોકોમાંથી માંડ એક વ્યક્તિને વેક્સિન અપાઈ છે જ્યારે ધનિક દેશોમાં દર 4માંથી 1ને વેક્સિન આપી દેવાઈ છે. ઘણા દેશોમાં ઓક્સિજન, કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાઓની પણ અછત છે.

  • 30 ટકા મૃત્યુ ગરીબ કે મધ્યમ આવકવાળા દેશોમાં થઈ રહી છે કોરોનાથી.
  • 9.3 ટકા મૃત્યુ ગત મહિના સુધી કોરોનાથી થઇ રહી હતી દુનિયામાં ગરીબ અને ઓછી આવકવાળા દેશોમાં.
  • 87 ટકા વેક્સિન ધનિક દેશોએ ખરીદી પોતાની પાસે રાખી લીધી છે.

ક્યાંક ઓક્સિજન નથી તો ક્યાંક વેક્સિન લેવા લાંચ આપવી પડે છે

બ્રાઝીલ: 6%થી ઓછા લોકોને વેક્સિન અપાઈ છે. ભારત પછી સૌથી વધુ દર્દી અહીં મળી રહ્યા છે.

તૂર્કી: ત્રીજી લહેર આવતા પહેલીવાર લૉકડાઉન લગાવ્યું. પર્યટનથી આવક બંધ થવાથી બેકારી વધી રહી છે.

મેક્સિકો: વેક્સિનને લઈને મારામારી છે. અનેક જગ્યાએ નકલી વેક્સિનનો જથ્થો પકડાયો છે.

ઈરાન: 200 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. લૉકડાઉન લગાવી સંક્રમણ કાબૂમાં થઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા: ભારતથી વેક્સિન ન મળતાં વેક્સિનેશન અટકી ગયું છે. સ્વાસ્થ્યકર્મીઓને પણ વેક્સિન નથી અપાઇ.

આર્જેન્ટિના: મોટા શહેરોમાં આઈસીયૂ ફુલ થઈ ગયા છે. નવા દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા યુવાઓની રહી છે.

પેરુ: વેક્સિન લેવા લોકોએ લાંચ આપવી પડી રહી છે. બેકારીથી બેઘર લોકો માર્ગો પર આવી રહ્યા છે.

કોસ્ટારિકા: એક અઠવાડિયાથી 50 ટકા વધુ કેસ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ રહી છે.

કેન્યા: જાન્યુઆરીના અંત બાદથી મૃતકોના દરમાં લગભગ 674 ટકાનો વધારો નોંધાયો છે.

( Source – Divyabhaskar )