બંગાળની ચૂંટણીમાં મોટો ફેરબદલ : નંદીગ્રામમાં મમતા બેનર્જી હાર્યાં, 16 પક્ષ બદલુ પણ જીતી શક્યા નહીં

બંગાળની ચૂંટણીમાં મોટો ફેરબદલ : નંદીગ્રામમાં મમતા બેનર્જી હાર્યાં, 16 પક્ષ બદલુ પણ જીતી શક્યા નહીં

પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત મમતા બેનર્જીનું પુનરાગમન તો થયું પણ નંદીગ્રામ સંગ્રામમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. TMC છોડીને ભાજપમાં જોડાયેલા ઉમેદવારો શુભેંદુ અધિકારીએ રોમાંચક ફાઈટમાં 1956 મતોથી મમતાને પરાજય આપ્યો છે. આ સાથે જ આ ચૂંટણીમાં અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને પક્ષ બદલનારા નેતાઓની હાર થઈ છે.

છેલ્લા 2 વર્ષમાં TMCના આશરે 13 ધારાસભ્યો સહિત 30 નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. આ પૈકી 8 ધારાસભ્ય સહિત 16 નેતાઓ હારી ચુક્યા છે. આ સંજોગોમાં રાજકીય મોરચે એવી પણ ચર્ચા થવા લાગી છે કે આગામી પાંચ વર્ષ આ પક્ષ બદલુ નેતાઓ માટે મુશ્કેલીભર્યાં રહી શકે છે. કારણ કે મમતા બેનર્જી આ નેતાઓને ટાર્ગેટ કરતી રહી છે.

ભાજપના ચાર પૈકી ત્રણ સાંસદ હાર્યા ભાજપે બંગાળમાં જીતવા માટે તમામ પ્રયાસો કર્યો હતા. તેણે પોતાના ચાર સાંસદોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા. આ પૈકી લોકેટ ચેટર્જી ચુંચુરા બેઠક પરથી, સ્વપન્ન દાસ ગુપ્તા તારકેશ્વર બેઠક પરથી અને બાબુલ સુપ્રિયો, ટોલીગંજથી ચુંટણી હાર્યા છે. જ્યારે નિસિથ પ્રમણિકને દિનહટા બેઠક પરથી જીત મળી છે. આ સાથે ક્રિકેટર અશોક ડિંડા, અભિનેત્રી પાયલ સરકાર, અભિનેતા યશ દાસગુપ્તા અને ભૂતપુર્વ આઈપીએસ ભારતી ઘોષ સહિત અનેક દિગ્ગજ ચૂંટણી હારી ગયા છે.

પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. મમતા બેનર્જી અત્યાર સુધીના વલણોમાં હેટ્રિક લગાવતા નજરે પડી રહ્યું છે. ટીએમસીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને 200 થી વધુ બેઠકો પર આગળ છે. જ્યારે, ભાજપ હજી 100 કરતા ઓછી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના વલણો અનુસારઆ વખતે બંગાળની ચૂંટણીમાં અનેફ ફેરબદલ પણ જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બંગાળની સૌથી હાઇ પ્રોફાઇલ સીટ નંદીગ્રામ પરથી માત્ર 1200 મતે જીતી છે. જ્યારે ભાજપના ત્રણ સીટીંગ સાંસદો પાછળ ચાલી રહ્યા છે. ડઝનથી વધુ પાર્ટી બદલું પોતપોતાની બેઠકો પર હારી ગયા છે.

પક્ષ બદલનાર 5 નેતા મતદાતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા
1. મુકુલ રોય TMC છોડીને ભાજપમાંથી ચૂંટણી લડ્યા છે. તેઓ કૃષ્ણાનગર ઉત્તર બેઠક પરથી 20 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
2. પાર્થ ચેટર્જી, રાનાઘાટ ઉત્તર પશ્ચિમ બેઠક પર આશરે 30 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
3. મિહિર ગોસ્વામી નાટાબાડી વિધાનસભા બેઠક પરથી 25 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. તેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.
4.પંડાબેશ્વર બેઠક પર ભાજપના જીતેન્દ્ર તિવારી 3 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. તેઓ આ વર્ષે ભાજપમાં જોડાયા હતા.

5. વિશ્વજીત દાસ બગદા બેઠક પર 11 મતોથી આગલ ચાલી રહ્યા છે. તેઓ વર્ષ 2019માં ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયા હતા.

બંગાળના મોટા ચહેરાઓ જે પાછળ ચાલી રહ્યા

1. નંદીગ્રામથી ભાજપ નેતા શુભેન્દુ અધિકારી હારી ગયા છે. જો કે, અહીં કાંટાની ટક્કર થઈ હતી. આ પહેલા શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા હતા.

2. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી ચુંચુરા બેઠક પરથી પાછળ છે. તે ટીએમસી ઉમેદવારથી આશરે 5 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.

3. રાજ્યસભાના સાંસદ સ્વપ્નાદાસ ગુપ્તા તારકેશ્વર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. તે લગભગ 7 હજાર મતોથી ટીએમસીના ઉમેદવારથી પાછળ છે.

4. ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો ટોલીગંજ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. અહીં ટીએમસીના અરૂપ વિશ્વાસ લગભગ 14 હજાર મતોથી આગળ છે.

5. રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય સિંગુરથી પાછળ ચાલી રહ્યા છે. રવિન્દ્રનાથ અગાઉ ટીએમસીમાં હતા. આ વખતે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

6. ક્રિકેટરથી નેતા બનેલા અશોક ડિંડા પણ પાછળ ચાલી છે. તેઓ મોયના બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.

7. અભિનેતાથી રાજકારણી બનેલા યશ દાસગુપ્ત ચંડી તાલા બેઠક પરથી પાછળ છે.

8. ટોલીવુડની અભિનેત્રી પાયલ સરકાર પણ બેહલા પૂર્વની પાછળ છે. ટીએમસીની રત્ના ચેટર્જી અહીંથી આગળ છે.

9. રાહુલ સિંહા હબડાથી પાછળ ચાલી રહ્યા છે. રાહુલ સિંહા બંગાળ ભાજપના પૂર્વ પ્રમુખ છે.

10. JNU અધ્યક્ષ આઇશી ઘોષ જમુરિયા બેઠક પરથી પાછળ છે. ટીએમસીના ઉમેદવાર અને ભાજપ વચ્ચે લડત જોવા મળી રહી છે.

પાર્ટીબદલુઓનું શું થયું

1. રાજીવ બેનર્જી હાવડા જિલ્લાની દોમજુર વિધાનસભા બેઠક પરથી પાછળ છે. રાજીવ બેનર્જી અગાઉ ટીએમસીમાં હતા. તે 2011 અને 2016માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં હતા. આ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા છે.

2. વૈશાલી દાલમિયા બાલીથી પાછળ ચાલી રહ્યા છે. વૈશાલી આ જ વર્ષે ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા. તે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયાની પુત્રી છે.

3. રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય સિંગુરથી પાછળ ચાલી રહ્યા છે. તે અગાઉ ટીએમસીમાં હતા. આ વખતે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

4. ડાયમંડ હાર્બર બેઠક પરથી દીપક હલદર પાછળ છે. તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.

5. અરિંદમ ભટ્ટાચાર્ય જગતદલથી પાછળ ચાલી રહ્યા છે. તેઓ આ વર્ષે ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.

6. વિશ્વજીત કુંડુ ટીએમસી છોડીને ભાજપની ટિકિટ પર કલના બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. તેઓ આશરે 6 હજાર મતોથી પાછળ છે.

7. વૈશાલી ડાલમિયા બાલીથી પાછળ છે. વૈશાલી ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા. તે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયાની પુત્રી છે.

8. દુર્ગાપુર પૂર્વથી કર્નલ દિપ્તાનશુ ચૌધરી પાછળ ચાલી રહ્યા છે. તેઓ અગાઉ ટીએમસીમાં હતા, હવે ભાજપમાં છે.

9. મુકુલ રોયનો પુત્ર શુભ્રાંશુ રોય બીજપુર બેઠક પરથી પાછળ છે.

10. નોઆપારાથી ભાજપના ઉમેદવાર સુનિલ સિંહ પાછળ છે. બે વર્ષ પહેલા તેઓ ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા.

11. ખડદહ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિલભદ્ર દત્તા પાછળ છે. તેણે ગયા વર્ષે ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.

12. સનમય બંદોપાધ્યાય પાનીહાટી બેઠક પરથી પાછળ છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.

13. સબ્યસાચી દત્તા બિધાનનગર બેઠક પરથી પાછળ છે. આ પહેલા તે ટીએમસીના ધારાસભ્ય હતા.

( Source – Divyabhaskar )