મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં ભારતીયો મોખરે

મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં ભારતીયો મોખરે

ભારતીયો પ્રતિ માસ 18.4 જીબી મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છેજ્યારે અમેરિકનો 14.6 જીબી ડેટા વાપરે છે

2015માં વ્યક્તિ સરેરાશ 80 મિનિ મોબાઇલ ઇન્ટરનેટ પર ગાળતી હતીહવે આ સમય વધી 130 મિનિટ થયો છે

વૈશ્વિક મીડિયા વપરાશમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ 2021માં 27 ટકા હતો તે આ વર્ષે વધીને 31 ટકા થશે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન પર સૌથી વધારે સમય વીતાવવામાં ભારતીયો પહેલા ક્રમે છે. આ વાત ફક્ત કોલ કે મેસેજ પૂરતી નથી. સ્ટ્રીમિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ ભારતીયો વધારે સમય વીતાવવા લાગ્યા છે. તેમા પણ વર્ક ફ્રોમ હોમે મોબાઇલ ડેટા અને ઉપયોગને વધાર્યો છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ જારી રહેશે. એરિક્સન મોબિલિટી રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

એરિકસન મોબિલિટીના રિપોર્ટ મુજબ ભારતમાં 2019માં પ્રતિ વ્યક્તિ સરેરાશ 12 જીબી ડેટાનો દર મહિને ઉપયોગ કરતો હતોજે 2020 અને 2021માં વધ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2020માં ભારતમાં ડેટાનો વપરાશ પ્રતિ વ્યક્તિ વધીને 13.3 જીબી થયો હતો. હવે ૨૦૨૧માં આ આંકડો વધીને પ્રતિ વ્યક્તિ 18.4 જીબી થયો છે.

તેની સામે ઉત્તર અમેરિકામાં આ આંકડો 2019માં પ્રતિ વ્યક્તિ 8.9 જીબી હતો2020માં વધીને 11.8 જીબી થયો. 2021માં આ આંકડો 14.6 જીબીને પાર કરી ગયો. પશ્ચિમ યુરોપમાં આ આંકડો 2019માં 7.5 જીબી હતો2020માં વધીને તે પ્રતિ માસ 11 જીબીથી પણ વધી ગયો. 2021માં તે 15.2 જીબી થઈ ગયો.

મધ્ય અને પૂર્વ યુરોપમાં ડેટાની ખપત 2019માં પ્રતિ વ્યક્તિ દર માસે 5.1 જીબી હતીજે ૨૦૨૦માં ૭.૩ જીબી થઈ. ૨૦૨૧માં આ આંકડો વધીને ૯.૯ જીબી થયો છે. આ અહેવાલમાં કહેવાયું છે કે ભારતીયો યુરોપ અને ઉત્તર અમેરિકાની તુલનાએ સ્માર્ટફોન પર વધારે સમય વીતાવે છે.૨૦૨૦માં પ્રતિ વ્યક્તિ સ્માર્ટફોનના ટ્રાફિક દર માસે સરેરાશ 16.1 જીબી હતો. 2021માં તે વધીને 18.4 જીબી થયો. તેનું એક કારણ વર્ક ફ્રોમ હોમમાં થયેલી વૃદ્ધિ છે. 2021માં ભારતમાં 81 કરોડ સ્માર્ટફોન હતા અને આ આંકડો 2027 સુધી વધી 1.2 અબજ  થઈ જશે. ભારતમાં 2027 સુધી ફોર-જીનો દબદબો રહેશે. જ્યારે 2027ના અંત સુધીમાં ભારતમાં ફાઇવ-જીના 50 કરોડ ગ્રાહકો હશે.

આ ઉપરાંત વિશ્વમાં સૌથી સસ્તો મોબાઇલ દર ભારતમાં છે. વર્લ્ડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગના રિપોર્ટ મુજબ ભારતમાં પ્રતિ એક જીબી મોબાઇલ પેકેજ વિશ્વમાં સૌથી વધુ સસ્તુ છે. તેના પછી ઇઝરાયેલકિર્ગિસ્તાનઇટલી અને યુક્રેનનો નંબર આવે છે.

અહેવાલમાં કહેવાયું હતું કે ભારતનો મોટાભાગનો વર્ગ યુવા છે અને તે ટેકનોસેવી છે. ભારતનું સ્માર્ટફોન માર્કેટ વાઇબ્રન્ટ છે. તેમા નવી-નવી ટેકનોલોજી સમાવવાની ક્ષમતા છે. બજારમાં ભારે સ્પર્ધા છે અને ડેટા પણ અત્યંત સસ્તો છે. ભારતમાં પ્રતિ વન જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.09 ડોલર છે.ઇઝરાયેલમાં 0.11 ડોલરકિર્ગિસ્તાનમાં 0.21 ડોલરઇટલીમાં 0.43 ડોલરયુક્રેનમાં 0.46 ડોલર છે. સૌથી મોંઘો દર સેન્ટ હેલેનાનો છે. તે ભારત કરતાં 583 ગણો મોંઘો છે. આ દેશોમાં ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું છે.

ગ્રાહકો આગામી દિવસોમાં મોબાઇલ પર વર્ષના કુલ 930 કલાક એટલે કે 39 દિવસ મોબાઇલ પર વીતાવશે. આ સરવે કુલ 57 દેશોમાં કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ 2021માં આ દેશોમાં 45 લાખ કરોડ કલાક મોબાઇલ ઇન્ટરનેટ ડિવાઇસીસ પર વીતાવાયા હતા.

 

2015માં વિશ્વના લોકો મોબાઇલ પર માંડ 80 મિનિટ જ ઇન્ટરનેટ જોતા હતા. આ સમયગાળો હવે 130 મિનિટ થઈ ગયો છે. સ્માર્ટફોનની ઉપલબ્ધતાસ્પીડસારો સ્ક્રીનએપ ઇનોવેશને મોબાઇલ પર ઇન્ટરનેટના ઉપયોગની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. વૈશ્વિક મીડિયા વપરાશમાં 2021માં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ 27 ટકાથી વધીને 2022માં 31 ટકા થશે. તેનાથી વિપરીત લોકોના છાપા વાંચવાના સમયમાં ઘટાડો થયો છે. 2014થી 2019 દરમિયાન આ સમય 17 મિનિટથી ઘટીને 11 મિનિટ થયો છે.જ્યારે મેગેઝિન વાંચવાનો સમય આઠ મિનિટથી ઘટી ચાર મિનિટ થયો છે.