1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે લાભ

1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે લાભ

નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે ખુશખબરી છે. દુલ્હનને સરકારની તરફથી 10 ગ્રામ સોનું ગિફ્ટ તરીકે મળશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા જઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવા માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.

વાત એમ છે કે અસમ સરકાર 1 જાન્યુઆરીથી દુલ્હનને 10 ગ્રામ સોનું ગિફ્ટમાં આપશે. અસમની ભાજપ સરકારે આ યોજનાની જાહેરાત ગયા મહિને જ કરી હતી. અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાનું નામ ‘અરૂંધતિ સ્વર્ણ યોજના’ આપ્યું છે.

આ યોજનાનો લાભ ઉઠાવા માટે શરતો આ રીતની છે. દુલ્હનના પરિવારજનોને લગ્ન રજીસ્ટર્ડ કરાવશે. દુલ્હન કમ સે કમ 10મા સુધીનો અભ્યાસ કર્યો હોય. આ સિવાય દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. અરૂંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલાં લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

કેવી રીતે મળશે સોનું

દુલ્હનને 10 ગ્રામના ઝવેરાત મળશે નહીં એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ 30000 રૂપિયા દુલ્હનના બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા 30000 રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવું પડશે. જો કે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઇ બીજા કામમાં કરાશે નહીં.

લાભ ઉઠાવા માટે લગ્નનું સ્પેશ્યલ મેરેજ એકટ 1954ની અંતર્ગત રજીસ્ટર કરાવું પડશે. સાથો જે છોકરીઓના લગ્ન થઇ રહ્યા છે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની 21 વર્ષની ઉંમર હોવી જોઇએ. સરકારને આશા છે કે આ યોજના ગરીબ પરિવારોને સરકારની એક નિશાની તરીકે અપાશે.