ભારત ૨૦૨૬માં જર્મનીને હંફાવી ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

ભારત ૨૦૨૬માં જર્મનીને હંફાવી ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

। નવી દિલ્હી ।

ભારત ૨૦૨૬માં જર્મનીને હંફાવીને વિશ્વની સૌથી મોટી ચોથી ઈકોનોમી બનશે અને ૨૦૩૪માં જાપાનને પાછળ રાખીને ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે તેમ યુકેની સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR) નાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. મોદી સરકારે ભારતને ૨૦૨૪માં ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે પણ તેનાં ૨ વર્ષ પછી એટલે કે ૨૦૨૬માં તે ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે તેમ રિપોર્ટમાં દર્શાવાયું છે.

ભારત, જાપાન અને જર્મની વચ્ચે ગળાકાપ સ્પર્ધા

ભારતે કેટલાક મહત્વનાં અને નિર્ણાયક પગલાં લઈને ૨૦૧૯માં ફ્રાન્સ તેમજ યુકેને પછાડીને વિશ્વની પાંચમી ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું હતું તેમ સંસ્થાનાં વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ ૨૦૨૦માં જણાવાયું હતું. CEBRએ કહ્યું હતું કે આગામી ૧૫ વર્ષમાં જાપાન, જર્મની અને ભારત વચ્ચે વિશ્વની સૌથી મોટી ત્રીજી ઈકોનોમીનું સ્થાન મેળવવા સ્પર્ધા થશે. પીએમ મોદીએ ૨૦૨૪ સુધીમાં ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે પણ ૨ વર્ષ મોડા એટલે કે ૨૦૨૬ સુધીમાં આ ટાર્ગેટ હાંસલ કરી શકાશે. જો કે ઈકોનોમીને ઘેરી વળેલા કાળા ડીબાંગ વાદળોને કારણે કેટલાક લોકો આ લક્ષ્યાંક સિદ્ધ થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ જગાવી રહ્યા છે. ભારત અત્યાર સુધી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી તરીકે સ્થાન ધરાવતું હતું પણ ૨૦૧૯-૨૦નાં સપ્ટેમ્બર ક્વાર્ટરનાં અંતે ય્ડ્ઢઁ ગ્રોથ ઘટીને ૪.૫ ટકા નોંધાતા અને છ વર્ષનાં તળિયે જતા તેની આ રફ્તાર ઘટી છે.