કોરોનાવાઈરસ / ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અડધાથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે

કોરોનાવાઈરસ / ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અડધાથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે

  • ગુજરાત અને મહારાષ્ટ્રમાં દર્દીઓના મોતનો દર 5%થી વધુ છે
  • નવા દર્દીઓમાં વધારો થતાં મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટકમાં રિકવરી ધીમી

અમદાવાદ. કોરોના વાઈરસના કેસ દેશમાં વધી રહ્યા છે તો બીજી તરફ દર્દીઓની રિકવરીના રેટમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં અડધાથી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં દર્દીઓના મોતનો દર 5%થી વધુ છે, જ્યારે બિહાર, ઝારખંડમાં 2%થી ઓછો છે.
70% દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી
નવા દર્દીઓમાં વધારો થતાં મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટકમાં રિકવરી ધીમી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં નવા દર્દીઓમાં 80% પરપ્રાંતીય શ્રમિકો છે, જે હાલમાં જ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. તેમાં મોટા ભાગના મુંબઈ-દિલ્હીથી પરત ફર્યા છે. 70% દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી.