ગુજરાતને બેઠું કરવા CM રૂપાણીની, નાના-મોટા ઉધોગો, તેમજ લોકો માટે ઢગલાબંધ પેકેજોની જાહેરાત

ગુજરાતને બેઠું કરવા CM રૂપાણીની, નાના-મોટા ઉધોગો, તેમજ લોકો માટે ઢગલાબંધ પેકેજોની જાહેરાત

કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન કરાતા ગુજરાતની આર્થિક હાલત પણ ખૂબ જ કફોડી બની ગઈ છે. બંધ પડેલા વેપાર ઉધોગને તેમજ સમગ્ર અર્થતંત્રને પુનઃ ધબકતુ કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવાર રાત્રે ૧૪ હજાર કરોડના એક રાહત પેકેજની જાહેરાત કરી હતી. ફેસબુકના માધ્યમથી તેઓએ આ આત્મનિર્ભર પેકેજની ઘોષણા કરી હતી.

આ પેકેજમાં નાના મોટા ઉધોગોને તેમજ તમામ પ્રકારના લોકોને અનેક પ્રકારની છૂટછાટો તેમજ રાહત-સહાયની જાહેરાત કરાઈ છે. ઉધોગોને વિવિધ પ્રોત્સાહક સબસીડી, કેપીટલ તથા વ્યાજમાં માફી અપાઈ છે.વેટ તથા GST ની આકારણીમા પણ સરળતા આપી છે. વેપારીઓને લેવાનું થતુ રીફંડ પણ જલ્દીથી ચૂકવી અપાશે. આ જ રીતે આદિવાસી થેતમજૂરો તેમજ ખેડૂતો અને કૃષિ માટે પણ ઢગલાબંધ સહાય અપાશે.

મહિલાઓ સહિતના લોકો માટે સ્વરોજગારીનું નિર્માણ થશે. ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજની લોન મળશે.નાગરીકો તથા ઉધોગોને પ્રોપર્ટી ટેક્ષમા, વીજળીના બીલમા પણ માફી અને રાહતો આપી છે. પરીવહન ક્ષેત ફરીથી બેઠું થાય તે માટે  છ મહિનાનો રોડ ટેક્સ પણ માફ કર્યો છે. હાઉસીંગ સેકટરને વેગ આપવા સબસીડી અપાશે. આ પેકેજમાં સૌથી વધુ ધ્યાન નાના, સુક્ષ્મ અને મધ્યમ ઉધોગો પર અપાયું છે. શ્રમિકો માટે પણ લાભદાયી યોજનાઓ છે.

GIDCના ઉધોગોના બાકી લહેણા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના આવશે

GIDCના ઉધોગો માટે પણ ૪૫૮.૫૯ કરોડનું પેકજ જાહેર કરાયું છે. અહીંના ઉધોગોના બાકી લેહેણા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમા આવશે, જેમા મોડી ચૂકવણીનાં વ્યાજની રકમમા ૫૦ ટકા માફી તથા વ્યાજની રકમ ૧૦૦ ટકા  માફી અપાશે.જેમા કુલ ૧૩૩ કરોડની સહાય મળશે.

તેમજ ચાલુ  વર્ષે વણવપરાયેલા પ્લોટ પાસેથી કોઈપણ દંડ લેવાશે નહીં. આમા ૬૦ કરોડની રાહત મળશે. તેમજ પ્લોટોની ફાળવણીના હપ્તાની રકમ ચૂકવવા માટે છ મહિના વધુ અપાશે. વિલંબિત ચૂકવણીનાં વ્યાજમાં પણ રાહત અપાશે. આ જ રીતે અન્ય છૂટછાટો અપાશે.  ચાલુ નાણાકીય વર્ષ માટેની GIDC ના પ્લોટોની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત કરાશે. આ નિર્ણયથી ૭૨૭ નવા સાહસિકોને સસ્તા ભાવથી જમીન મળશે. જેનાંથી ૩૯ કરોડની સહાય મળશે.

નવા ઉધોગોને ફાળવણી દર આધારીત વિવિધ ફી તથા ચાર્જીસમાં ૨૧.૪૫ કરોડની રાહત અપાશે, જેનો ૨૭૦૦ ઉધોગોને લાભ મળશે . ઉપરાંત સાહસિકોને પ્રોત્સાહન આપવા જમીનની કિંમતની ચૂકવણીમાં ત્રિમાસિક હપ્તાની છૂટ અપાશે. નિગમ દવારા વ્યાજ દરને ૧૨ ટકાથી ઘટાડીને ૧૦ ટકાનો કરશે. 

ઉધોગોને પાણીના વપરાશના બીલના ચૂકવણા માટે ૧૫ દિવસનો સમય અપાશે. પાણીના બીલ પરના વ્યાજ અને દંડ માફ કરાશે. GIDCના ઉધોગો માટે બીજી અનેક પ્રકારની સહાયની તેમજ છૂટછાટોની જાહેરાત કરાઈ છે.

ST નિગમને પણ રૂ.૧૨૦ કરોડની સહાય

કોરોનાના કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને ગંભીર આર્થિક અસર થઈ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે. જેથી એસટી નિગમ પર વધુ ભારણ ના પડે તેના માટે રૂ.૧૨૦ કરોડની સહાય કરાશે.

ગરીબ-મધ્યમ પરિવારો માટે રૂ.૫,૦૪૪.૬૭ કરોડ ખર્ચાશે

મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂ.૧૦૦૦નું ચુકવણું,  આ રાહત માટે રૂ.૪,૩૭૪.૬૭ કરોડની ફાળવણી. પ્રોટીનયુક્ત આહર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠલ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિ.ગ્રા. તુવેરદાળનું વિતરણ કરવા મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રૂ.૧૦૦ કરોડ ફાળવ્યાં. મોરબી અને સુરેન્દ્રનગરના સિરામિક ટાઈલ્સ ઉદ્યોગમાં થતા ગેસના ઉપયોગમાં જૂન માસ માટે રાહત આવા રૂ.૩૦ કરોડની ફાળવણી કરાશે. અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષે ૩૦ ટકાની માફી અપાશે. જેનાથી રૂ.૨૦ કરોડનો લાભ થશે.

કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે રૂ.૧,૧૯૦ કરોડ

  • ખેડૂતોને શુન્ય ટકાથી પાક ધિરાણ મળશે. ૨૪ લાખ ખેડૂતોને ૪૨૦ કરોડ
  • પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને દર મહિને ૯૦૦ લેખે મળશે. ૬૫૫૭૪ ખેડૂતોને ૬૬.૫૦ કરોડ
  • નાના ગોડાઉનો બનાવવા માટે દરેક ખેડૂતને ૩૦ હજાર :૧.૨ લાખ ખેડૂતોને ૩૫૦ કરોડ
  • ખેતપેદાશોનાં રક્ષણ માટે ગોડાઉનો બનાવવા ૧૦૦ કરોડ
  • મત્સ્યોદ્યોગ માટે ફિશિંગ નેટ, બોટ, મત્સ્ય બીજ વગેરે જેવી સામગ્રી ખરીદવા ૧ લાખ માછીમારોને ૨૦૦ કરોડ
  • રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને અપાતા પાક ધિરાણના રીપેમેન્ટની મૂદત પાંચ મહિના વધારી આપી છે. જેના માટે ૪૧૦ કરોડની ફાળવણી
  • દેશી ગાય આધારીત ખેતી માટે ખેડૂતને દર મહિને ગાય દિઠ રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ સહાય અપાશે.
  • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦થી ૭૫ હજારની સહાય માટે ૫૦ કરોડ ફાળવ્યાં
  • કુદરતી આફતો સમયે ખેતેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા વાળા ગોડાઉન બનાવવા રૂ.૧૦૦ કરોડ ફળવાશે.
  • મત્સ્ય ઉદ્યોગ માટે રૂ.૨૦૦ કરોડની સહાય કરાશે.

૧૪,૦૦૦ કરોડના આત્મનિર્ભર પેકેજનું વિહંગાવલોકન

  • પ્રોપર્ટી ટેક્ષ,વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો ૨૩૦૦ કરોડ
  • ઉઘોગ વ્યવસાય માટે પ્રોત્સાહક સબસીડી ૩૦૩૮ કરોડ
  • ગુજરાત ઔધોગિક વસાહતોમાં ઉધોગોને આર્થિક પ્રોત્સાહન ૪૫૮.૫૯ કરોડ
  • હાઉસીંગ સેક્ટરમાં સબસીડી સહાય ૧૦૦૦ કરોડ
  • કૃષિ,પશુપાલન અને મત્સ્યયોધ્યોગ ૧૧૯૦ કરોડ
  • અન્ય રાહતો ૫૦૪૪ કરોડ

ઉદ્યોગો માટે ૩૦૩૮ કરોડની સબસિડી 

  • ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડી : રૂપિયા ૭૬૮ કરોડ
  • ટેક્સટાઈલ ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડી : ૪૫૦ કરોડ
  • મેગા ઈન્ડસ્ટ્રીઝને પણ કેપીટલ અને વ્યાજ સબસીડી : ૧૫૦ કરોડ
  • ઉધોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનાંમાં સબસીડી : ૧૯૦ કરોડ
  • સોલર રૂફ ટોપ યોજના : ૧૯૦ કરોડ
  • ફૂડ પ્રસેસીંગ એકમોને કેપીટલ અને વ્યાજ સબસીડીઃ ૯૦ કરોડ
  • ૩૨૦૦થી વધુ વેપારીઓને ૧૨૦૦ કરોડનું પડતર વેટ અને GST રીફંડ પણ ચૂકવી

વેટ-GST હેઠળ કેવી રાહત

  • ૧૦ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને આકારણીનાં સંદર્ભમાં અપાયેલી નોટિસો પાછી ખેંચાશે
  • વેટ સમાધાન યોજના હેઠળ જેમણે પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ મહિનાની મુદત્ત અપાશે.
  • વેટ-અન્ય કાયદા હેઠળની પૂરી થતી મર્યાદાઓ,મનાઈ હુકમને લંબાવાશે.
  • ગરીબ કુટુંબોને મફત અનાજ તથા તેના બેન્ક ખાતામાં ૧ હજારનું ચૂકવણૂ. તેમજ સહાય પેન્શન,દિવ્યાંગ પેન્શન,વિધવા સહાય પેન્શનનું આગાતરૂ ચૂકવણૂ સહિતની રાહતો માટે ૪૩૭૫.૬૮ કરોડ
  • વાર્ષિક ૧૨ કીલો તુવેર દાળનું રાહત દરે વિતરણ : ૬૨ લાખ કુટુંબો માટે ૩૦૦ કરોડ
  • સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોના પાલન માટે એસટીને ૧૨ કરોડ
  • મોરબી અને સુરેન્દ્રનગરના સિરામિક ટાઈલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસમા રાહત :૧૨૫૦ ઉદ્યોગને ૩૦ કરોડ

કયા ધંધાર્થીને કેટલી રકમની સહાય 

  • નાના વેપારીઓ, ઓફિસો, હોટેલો, રેસ્ટોરન્ટેને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમા ૨૦ ટકા રાહત : ૬૦૦ કરોડ
  • રહેણાક મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૧૦ ટકાની રાહત : ૧૪૪ કરોડ
  • મહિને ૨૦૦ યુનિટથી ઓછો વીજ વપરાશ હોય એવા રહેણાકના લોકોને વીજળી બીલમા ૧૦૦ યુનિટની માફી : ૬૫૦ કરોડ
  • વાણિજ્યક વીજ ગ્રાહકો અને ઉધોગો માટે વીજ બીલમા ફિક્સડ ચાર્જમાં માફી : ૨૦૦ કરોડ
  • નાના દુકાનો, કરીયાણા, કાપડ,રેડીમેઈડ કપડા,હાર્ડવેર,કલરકામ,કટલરી વગેરેને ત્રણ મહિના માટે વીજકરમા રાહત : ૮૦ કરોડ
  • હાઈ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ર્ચાિજસના મે મહિનાની ચૂકવણી વ્યાજ વગર ચાર મહિનામા સરખા ભાગે કરી શકાશે : ૪૦૦ કરોડ
  • લક્ઝરી બસો તથા મેક્સી કેબ,ટેક્સી,જીપ વગેરે જેવા ૬૩ હજાર વાહનો માટે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો રોડ ટેક્સ માફ : ૨૨૧ કરોડ
  • ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સ માટે હંગામી વીજબીલમાં માફી : ૫ કરોડ

આદિવાસી -લારીવાળા તથા શ્રમિકોને કેટલી સહાય

  • જે આદિવાસીઓને પોતાનું ઘર નથી તેઓને પાકું ઘર બનાવવા ૩૫ હજારની સહાય અપાશેઃ ૧ લાખ લોકો માટે ૩૫૦ કરોડ
  • અમદાવાદ,સુરત,વડોદરા તથા રાજકોટના શ્રમિકોને મુસાફરી ખર્ચમાં સહાય મળશે : ૧.૨૦ લાખ લોકો માટે ૫૦ કરોડ
  • લારીવાળાના શાકભાજી-ફળ બગડી ન જાય તે માટે મોટી સાઈઝની છત્રી અપાશે : ૧ લાખ લોકો માટે ૧૦ કરોડ
  • બાંધકામ શ્રમિકોના પત્ની તથા બે બાળકો સુધી પ્રસુતિ પેટે ૨૭૫૦૦ની સહાય : ૨૫૦૦ મહિલાઓ માટે ૬ કરોડ

મહિલા-નાના વેપારીઓને સ્વરોજગારી માટે કેટલી સહાય 

  • નાના વેપારીઓ, મધ્યમવર્ગના લોકો, કારીગરો તથા શ્રમિકોને ૧ લાખથી લઈને ૨.૫૦ લાખ સુધીનુ સહકારી બેન્કો-ક્રેડીટ સોસાયટીઓ ધિરાણ આપશે. ૩ લાખ લોકો માટે ૩૦૦ કરોડ
  • મહિલાઓને સ્વરાજગારી માટે શુન્ય ટકાએ ૧ લાખની લોન મળી રહે તે માટે વ્યાજ સહાય. ૧૦ લાખ બહેનો માટે ૨૦૦ કરોડ
  • સ્વરાજગારી માટે જ માનવ ગરીમાં યોજનાની કીટનું વિતરણ થશે. ૩૨ હજારથી વધુ લોકો માટે ૧૧.૧૧ કરોડ