અમેરિકામાં વિઝા રદ્દ કરવાના નિર્ણય સામે ગુગલ, ફેસબુક સહિતની 12 કંપનીઓએ કર્યો કેસ

અમેરિકામાં વિઝા રદ્દ કરવાના નિર્ણય સામે ગુગલ, ફેસબુક સહિતની 12 કંપનીઓએ કર્યો કેસ

કોરોના સંકટની વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓને મોટો આંચકો આપતાં વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે. ત્યારે ગુગલ, ફેસબુક અને માઈક્રોસોફ્સ સહિતની 12થી વધુ અમેરિકાની આઈટી કંપનીઓ દ્વારા ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિયમ ઉપર પહેલા જ કેસ કરવામાં આવ્યો છે. હોપકિન્સ યુનિવર્સિટી, હાર્વર્ડ અને એમઆઈટી જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓએ પણ અમેરિકાના પ્રશાસનની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આઈઆઈઈના મુજબ અમેરિકામાં 2018-19 શૈક્ષણિક વર્ષ માટે 10 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. જેમાં મોટી સંખ્યામાં ચીન, ભારત, સાઉથ કોરિયા, સાઉદી અરબ અ કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે.

શું છે સમગ્ર મામલો:

ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા દિવસોમાં એક નિવેદન આપવામાં આવ્યું છે કે જેમના ઓનલાઈન ક્લાસ ચાલે છે તેવા નોન-ઇમિગ્રન્ટ એફ-1 અને એમ-1 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે એવા વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશની પરવાનગી નહીં મળે અને જો તે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહેતા હોય તો તેણે અમેરિકા છોડીને પોતાના દેશ પરત ફરવું પડશે. તેણે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી આ નિયમોનું પાલન નહીં કરે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે.

ICEએ રાજ્યના વિભાગોને કહ્યું છે કે આવા વિદ્યાર્થીઓ જેમના ક્લાસ સંપૂર્ણ રીતે ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે આગળના સેમેસ્ટર માટે વિઝા નહીં આપવામાં આવે કે ન વિદ્યાર્થીઓને રાજ્યમાં આવવાની પરવાનગી મળે.

ICEના કહેવા મુજબ F-1ના વિદ્યાર્થીઓ શિક્ષણવિદ્દો અભ્યાસક્રમોમાં ભાગ લે છે જ્યારે M-1ના વિદ્યાર્થીઓ ‘વ્યવસાયિક અભ્યાસક્રમ’ના વિદ્યાર્થીઓ હોય છે.  વધારે કોલેજો માટે હાઈબ્રિડ મોડલનું એલાન કરવામાં આવ્યું છે. પરંતું હાર્વર્ડ જેવી કેટલીક મોટી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ઓનલાઈન ક્લાસની સુવિધા કરવામાં આવી હતી.HIB વીઝા ઉપર પણ પ્રતિબંધનો પણ ગુગલ વિરોધ કરી ચૂક્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષના અંત સુધીમાં એચ -1 બી વિઝા સહિત વિદેશીઓને આપવામાં આવેલા વર્ક વિઝાને સ્થગિત કરવાના નિર્ણયની યુ.એસ. ટેકનોલોજી જાયન્ટ્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. ટ્રમ્પના નિર્ણયનો ગુગલના સીઈઓ સુંદર પિચાઇ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને માઇક્રોસોફ્ટના પ્રમુખ બ્રાડ સ્મિથે વિરોધ કર્યો હતો. ગુગલ કંપનીના સીઈઓ અને ભારતીય મુળના સુંદર પિચાઈએ ટ્વિટ કર્યુ છે કે અમેરિકાની આર્થિક સફળતામાં વિદેશોનું સૌથી મોટું યોગદાન છે. તેમણે દેશને તકનીકી ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવ્યો છે. હું આ ઘોષણાથી નિરાશ છું.