શું તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોને મિસ કરો છો? આ તારીખથી આવી રહ્યા છે નવા એપિસોડ
વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોનાએ દરેક ઈન્ડસ્ટ્રીઝને ઠપ્પ કરી દીધી છે. ત્યારે ભારતમાં પણ બોલીવુડ અને ટેલિવુડમાં બ્રેક લગાવી દીધી હતી. ત્યારે 13 જુલાઈએ વિવિધ ટીવીમાં શોમાં નવા એપિસોડ જોવા મળ્યા હતા. પરંતું આ બધાની વચ્ચે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમા ચાહકોએ આ શોને ખુબ જ મિસ કર્યો છે. જો કે હવે ચાહકોએ વધુ રાહ જોવી પડશે નહીં.
કારણ કે આ સિરિયલના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે કે શોના નવા એપિસોડ ટૂંક સમયમાં જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી રિલીઝ થશે. આ શોનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ શો ભારતભરમાં ખુબ જ લોકપ્રિય અને મનોરંજન પૂરૂં પાડતો શો છે. આ શો બાળકોથી લઈને દરેક વ્યક્તિના માનસપટલ પર સારી રીતે બેસી ગયો છે.
22 જુલાઈથી આવશે આ શોના નવા એપિસોડ સોની ટીવીની યુટ્યુબ ચેનલ પર શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શોના નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત થશે. ખુશી અને મનોરંજન માણવા માટે તૈયાર રહો. તો સાથે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું છે કે – ભારતને મળશે એક હસતુ ભારત, કારણ કે ગોકુલધામ માત્ર નામ જ નહીં પરંતુ આખું ભારત છે.
શોના મુખ્ય દિગ્દર્શક માલવ રાજાદાએ થોડા સમય પહેલા જ શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. માલાવે લખ્યું હતું કે – રોલ … રોલિંગ … એક્શન… 115 દિવસ પછી આખરે શૂટિંગ શરૂ થઈ ગયું છે. કામ પર પરત આવતા બહુ સારું લાગી રહ્યું છે. ફરીથી હસવા માટે તૈયાર રહો. શોના શૂટિંગ પહેલાં મોક શૂટ કરવામાં આવ્યું હતું. માલાવે સોશ્યલ મીડિયા પર મોક શૂટની તસવીરો પણ શેર કરી હતી.
આ શોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હોવાથી ચાહકો શોને ખૂબ જ મિસ કરતા હતા. જ્યારે શોનું શૂટિંગ બંધ કરાયું હતું, ત્યારે કોરોના વાયરસનું કાવતરું બતાવવામાં આવી રહ્યું હતું. હવે શોમાં કઇ પ્લોટ બતાવવામાં આવશે તે અંગે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.