સિમકાર્ડને લઈ આવ્યા મોટા સમાચાર, દરેક 6 મહિને વેરિફિકેશન! નિયમોમાં થયો મોટો ફેરફાર

સિમકાર્ડને લઈ આવ્યા મોટા સમાચાર, દરેક 6 મહિને વેરિફિકેશન! નિયમોમાં થયો મોટો ફેરફાર

સિમ કાર્ડ વેરિફિકેશનમાં થનારા ફ્રોડને રોકવા માટે દૂરસંચાર વિભાગે બલ્ક બાયર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશન નિયમ વધુ કડક કર્યા છે. નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીને નવું કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવાની રહેશે અને દર 6 મહિને કંપનીનું વેરિફિકેશન કરવાનું રહેશે. કંપનીઓના નામે સિમ કાર્ડનું ફ્રોર્ડ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરશે.

આપને જણાવી દઈએ કે આ પહેલા દૂરસંચાર વિભાગે(Department of Telecom) ટેલિકોમ ગ્રાહકોના વેરિફિકેશન પેનલ્ટીના નિયમો હળવા કરવા નિર્ણય કર્યો હતો. દરેક નાની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયાની પેનલ્ટી લાગશે નહીં. માત્ર પસંદગીના મામલે જ આ પેનેલ્ટી લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર અત્યાર સુધી ગ્રાહક વેરિફિકેશનના નિયમોનું પાલન ન કરવા પર ટોલિકોમ કંપની પર 3,000 કરોડથી વધુ પેનલ્ટી લગાવી ચૂકી છે.

રિપોર્ટ મુજબ નવા નિયમો પ્રમાણે દરેક 6 મહિનામાં કંપનીની લોકેશનનું વેરિફિકેશન પણ કરવામાં આવશે. કંપનીએ કનેક્શન ક્યા કર્મચારીને આપ્યું છે તેની માહિતી આપવાની રહેશે. નવા નિયમો લાગૂ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 3 મહિના સુધીનો સમય આપવા આવશે.