બીજાને પરેશાન કરનારા અને મજાક ઉડાવનારા લોકો સોશિયલ મીડિયાના બંધાણી વધારે હોય છે

બીજાને પરેશાન કરનારા અને મજાક ઉડાવનારા લોકો સોશિયલ મીડિયાના બંધાણી વધારે હોય છે

આજકાલનો જમાનો સ્નેપચેટ અને ફેસબુકનો છે. ઘણા લોકો જરા નવરા પડે એટલે આ સોશિયલ સાઇટ પ્લેટફોર્મ પર જમાવટ કરતા જોવા મળે છે. જો કે પ્લેટફોર્મનો ઉપયોગ કરતા કરતા ક્યારે તેની લત લાગી જાય તેની ખબર સુદ્ધાં પડતી નથી. પરંતુ એ વ્યસન તમને કઈ તરફ દોરી જાય છે, તેની પણ ખબર પડતી નથી. સોશિયલ પ્લેટફોર્મની લત લાગવા સાથે એ પ્લેટફોર્મનો તંદુરસ્ત ઉપયોગ થવાને બદલે તેનો ઉપયોગ લોકો સામેનો ઊભરો ઠાલવવા માટે જ થઈ જતો હોવાનું એક અભ્યાસમાં જણાયું છે.  અમેરિકામાં સ્નેપચેટ અને ફેસબુક એ બે પ્લેટફોર્મ વધુ જાણીતા છે. એ બંને પ્લેટફોર્મ ઉપર લોકો કલાકો સુધી મંડયા રહે છે, તે જોતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસ હાથ ધર્યો હતો અને તેનું તારણ ચોંકાવનારું છે. સ્નેપચેટ અને ફેસબુકનું વ્યસન થઈ ગયું હોય એવા લોકો મહદઅંશે એ પ્લેટફોર્મનો ઉપયોગ અન્યોને મંૂઝવવા અને રોષ ઠાલવવા માટે જ કરતાં હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે.

૪૭૨ વિદ્યાર્થીઓ પર અભ્યાસ થયો 

સંશોધકોએ યુનિવર્સિટીના ૪૭૨ વિદ્યાર્થીઓ કેટલો સમય સ્નેપચેટ અને ફેસબુકનો ઉપયોગ કરે છે અને તેઓ એ પ્લેટફોર્મનો કેવો ઉપયોગ કરે છે, તેનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જણાયું હતું કે જેઓ સોશિયલ મીડિયા ઉપર વધુ સમય વ્યતીત કરતા હોય તેઓ પ્લેટફોર્મનો ઉપયોગ નિર્મમ તથા દૂષિત હેતુ માટે જ વધુ કરતા હોય છે. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારાઓને પ્રશ્નોત્તરી આપી હતી. એ પ્રશ્નોત્તરીમાં કયું સોશિયલ મીડિયા તમને વધુ ગમે છે અને તેનો કોઈક આપત્તિજનક ઉપયોગ થાય છે કે કેમ તેના સવાલ પૂછવામાં આવ્યા હતા.

આપત્તિજનક ઉપયોગ એટલે વ્યક્તિમાં દેખાતા વિકાર જેવો 

સંશોધકોએ સોશિયલ મીડિયાના યૂઝરમાં વિકાર જેવા લક્ષણ દેખાય તેને પ્લેટફોર્મના આપત્તિજનક ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો. એ ઉપરાંત સોશિયલ મીડિયાના ઉપયોગ અને સોશિયલ મીડિયા નેટવર્ક છોડવા માટે પ્રયાસ કરનારાઓને ફરીથી જોડાયેલા રાખવાને કારણે અન્ય યૂઝરો સાથે સંઘર્ષમાં ઊતરવું પણ સામેલ છે.

વ્યક્તિગત લાભ સહિતના અનેક રીતે પ્લેટફોર્મના ઉપયોગ

સંશોધકોને સંબંધ અંગે ખાસ રસ પડે એવા જવાબ મળ્યા હતા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ડો. ડાર મેશીએ જણાવ્યું હતું કે, બંને પ્લેટફોર્મ્સના આપત્તિજનક ઉપયોગ અને વ્યક્તિગત લાભ માટે અન્યોનો ઉપયોગ કરવો, ક્રૂરતા અને કઠોર બનાવતી નકારાત્મક સામાજિક શક્તિ વચ્ચે પરસ્પર સંબંધ છે.   સ્નેપચેટનો વધુ ઉપયોગ કરનારા લોકો નકારાત્મક સામાજિક શક્તિ,અન્યો દ્વારા થતી પ્રશંસા અને સામાજિકતા સાથે જોડાયેલા હોય છે. જ્યારે ફેસબુક માટે ફક્ત સકારાત્મક વર્તણૂક જ ફેસબુકના આપત્તિજનક ઉપયોગ સાથેનો પરસ્પર સબંધ નકારાત્મક સામાજિક બળ છે.

સોશિયલ મીડિયાની લત ધરાવનારાઓને કયા પ્રશ્નો પુછાયા ? 

સંશોધકોએ તેમના અભ્યાસમાં એ પણ ઉમેર્યું છે કે, સોશિયલ નેટવર્કનો આપત્તિજનક ઉપયોગ કરનારા નિર્ણય લેવામાં અસામન્યતા અને ઇનામ સબંધિત મગજ કાર્યરચના અને માળખું દર્શાવે છે. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારાઓને અનુરાગ, નિષ્ક્રિયતા, સામાજિક તરફી પ્રતિક્રિયા, જાતીય સબંધ, સામાજિકતા અને નકારાત્મક સામાજિક શક્તિ અંગે પણ પ્રશ્નો પૂછયા હતા.

અંધારા ત્રિકોણના ૩ લક્ષણો ઇન્ટરનેટના વ્યસન સાથે સબંધિત 

નકારાત્મક સામાજિક બળ આ અગાઉ વ્યક્તિત્વની કથિત અંધારા ત્રિકોણ સાથે પણ સબંધિત હોવાનું જણાયું હતું. માક્યિવેલિઆનાઇઝમ, આત્મરતિ અને મનોરોગીએ વ્યક્તિના વ્યક્તિત્વમાં વણાયેલા જણાઈ આવે છે. આ ત્રણે લક્ષણોને આ પહેલાં ઇન્ટરનેટના વ્યસન સાથે જોડાવામાં આવ્યા છે.

વિવિધ ફીચરોને કારણે જ વારંવાર પ્લેટ ફોર્મનો ઉપયોગ

ડો. મેશી કહે છે કે ફેસબુક અને સ્નેપચેટમાં જુદા જુદા ફીચરો છે, જેને કારણે યૂઝરો વારંવાર એ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રહે છે. ફક્ત આપત્તિજનક ઉપયોગ જ નહીં પણ સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરતી વેળા લોકો કયા ચોક્કસ પ્રકારના માન અકરામ મેળવવા શોધતા રહે છે, એ અંગે પણ અભ્યાસ કર્યો હતો.

અંધારો ત્રિકોણ શો છે ?

  1. વ્યક્તિત્વના ૩ લક્ષણો- આત્મરતિ, મનોરોગ, માક્યિવેલિઆના-ઇઝમને અંધારો ત્રિકોણ ગણવામાં આવે છે.
  2. જ્યારે એક જ વ્યક્તિમાં આ ત્રણ લક્ષણો જોવા મળે ત્યાર એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઇર્ષ્યાળુ હશે.
  3. એમ આ ત્રણે લક્ષણો અલગ છે, પરંતુ તે એક બીજા સાથે સંકળાયેલા હોવોનું જોવા મળે છે.
  4. આત્મપ્રશંસા એ ગૌરવ, અહમ, ભવ્યતા અને સહાનુભૂતિનો અભાવ દર્શાવે છે.
  5. માક્યિવેલિઆનાઇઝમ એ અન્યના શોષણ અને પોતાના ઇશારે બીજાને નચાવવા જેવા લક્ષણ છે. ઉપરાંત નૈતિકતાની કાલ્પનિક અવગણના અને સ્વહિત અને છેતરપિંડી ઉપર ધ્યાનકેન્દ્રિત થયેલું જોવા મળે છે.
  6. મનોરોગ સતત અસામાજિક વર્તણૂક, અભેદ્યતા, સ્વાર્થીપણું, કઠોરતા અને નિરર્થકતાના લક્ષણ દર્શાવે છે.

વિવિધ માન અકરામનું મહત્ત્વ ધરાવનારા જ આપત્તિજનક ઉપયોગ વધુ કરે છે

  1. સંશોધકો લખે છે કે, તેમના તારણ દર્શાવે છે કે, આ પ્રકારના ઇનામનું મહત્ત્વ વધુ રાખતા હોય એવા લોકો બંને પ્લેટફોર્મનો આપત્તિજનક ઉપયોગ વધુ કરતા હોય છે.
  2. તેઓએ અભ્યાસમાં એ પણ નોંધ્યું છે કે આ લક્ષણો આત્મરતિ અને મનોરોગના છે અને આ પહેલાં તે ઇન્ટરનેટનો લત લાગવા સાથે સબંધિત હોવાનું પુરવાર થયું છે.
  3. તેઓ વધુમાં લખે છે કે, સોશિયલ મીડિયા સાઇટો અજાણતાં જ સાઇબર બુલિંગ કે જુદી જુદી આક્રમક ઓનલાઇન વર્તણૂક જેવી ક્રૂરતા દ્વારા ઇનામ મેળવવાની તક પૂરી પાડે છે.