અનલોક-3ની જાહેરાત : જીમ-યોગ સેન્ટર ખુલશે, નાઈટ કરફ્યુ હટ્યો, સિનેમાહોલ રહેશે બંધ

અનલોક-3ની જાહેરાત : જીમ-યોગ સેન્ટર ખુલશે, નાઈટ કરફ્યુ હટ્યો, સિનેમાહોલ રહેશે બંધ

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં અનલોક-3ની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે જીમ અને યોગ સેન્ટરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા કોલેજો બંધ રાખવાનો પ્રતિબંધ યથાવત રહેશે. કન્ટોનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં સિનેમાહોલ ખોલી શકાશે. માસ્ક લગાવવા હજી પણ ફરજીયાત રહેશે. 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ નિયમોને આધારીત જ છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. શાળા-કૉલેજો, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ બંધ રહેશે. આ ઉપરાંત ઑડિટોરિયમ અને એમેમ્બલી હોલ પણ બંધ રહેશે. મેટ્રો ટ્રેઇન, બાગ-બગીચા, બાર, શાળા કૉલેજો બંધ જ રહેશે. જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારની જાહેરાત મુજબ 1 ઑગસ્ટથી દેશભરમાં રાત્રિનો કર્ફ્યૂ નહીં રહે.

સરકારની ગાઇડલાઇન મુજબ આ મહિનામાં આતંરાષ્ટ્રીય પ્રવાસ માટે પણ હજુ રાહ જોવી પડશે. જોકે, ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. રાજ્ય સરકારે તેમના કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની પરવાનગી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ છુટછાટ આપવામાં નહીં આવે. જોકે, રાજય સરકારને વિસ્તારો અને કેસની સંખ્યાને જોતા કર્ફ્યૂ સહિતના નિર્ણયો લેવાની છુટ આપવામાં આવી છે. ( Source – Sandesh )