PUBG સહિત ૧૧૮ ચીની મોબાઇલ એપ્સ પર ભારતનો પ્રતિબંધ

PUBG સહિત ૧૧૮ ચીની મોબાઇલ એપ્સ પર ભારતનો પ્રતિબંધ

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકારે બુધવારે યુવાઓમાં લોકપ્રિય ગેમ PUBG સહિત ૧૧૮ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પ્રતિબંધની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ મોબાઇલ એપ્સ ભારતના સાર્વભૌમત્વ અને એકતા સામે પડકારરૂપ પ્રવૃત્તિઓમાં સામેલ હતી. આ મોબાઇલ એપ્સ દ્વારા ભારતની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જોખમમાં મુકાતાં હતાં. સરકારના આ પગલાંના કારણે કરોડો ભારતીય મોબાઇલ અને ઇન્ટરનેટ યૂઝર્સનાં હિતોની સુરક્ષા થશે. ભારતના સાઇબર સ્પેસની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારને વિવિધ સ્ત્રોતો દ્વારા સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપ્સનો ભારતની બહાર આવેલા સર્વર પર બિનઅધિકૃત રીતે ભારતીય યૂઝર્સનો ડેટા ટ્રાન્સમિટ કરવા દુરુપયોગ થઈ રહ્યો હતો. ભારતની સુરક્ષા માટે ખતરનાક એવા તત્ત્વો દ્વારા યૂઝર્સના ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો હતો જેના કારણે ભારતની અખંડતતા જોખમમાં મુકાઈ રહી હતી. આ બાબત અત્યંત ચિંતાજનક હતી અને તેના પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી.

મંત્રાલય અંતર્ગત આવતા ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્િડશનેશન સેન્ટરે ૧૧૮ એપ્સ બ્લોક કરવાની ભલામણ કરતાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય સાંસદો અને અન્ય નાગરિકો દ્વારા આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ હતી. દેશના નાગરિકોની પ્રાઇવસી અને ભારતની અખંડતતાને નુકસાન કરે તેવી મોબાઇલ એપ્સ સામે આકરાં પગલાં લેવાની માગ બુલંદ બની હતી. આ માગના આધારે તપાસ કરતા માહિતી મળી હતી કે આ મોબાઇલ એપ્સ શંકાસ્પદ રીતે યૂઝર્સનો ડેટા એકઠો કરીને શેયર કરતી હતી. નાગરિકોનો પર્સનલ ડેટા શેયર થવાના કારણે દેશની સુરક્ષા સામે પડકાર ઊભો થયો હતો.

PUBGની સાથે PUBG Mobile અને PUBG Mobile Lite પણ પ્રતિબંધિત

PUBG પરનો પ્રતિબંધ ભારતમાં કેવી અસર કરે છે તે રસપ્રદ બની  રહેશે. એવુ નથી કે ફક્ત PUBG પર જ પ્રતિબંધ મુકાયો છે પરંતુ  તેની સાથે સાથે PUBGના વિકલ્પ સમાન PUBG Mobile અને PUBG  Mobile Lite એપ્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ બંને  ગેમ્સમાં ક્રિએટિવ .ડિસ્ટ્રક્શન અને રૂલ્સ ઓફ સર્વાઇવલનો  સમાવેશ થાય છે. જોકે વોરગેમ્સના શોખીનો માટે રાહતના  સમાચાર એ છે કે કોલ ઓફ ડયૂટી મોબાઇલ, બેટલલેન્ડ્સ રોયાલે  અને ગારેના ફ્રી ફાયર પર પ્રતિબંધ લદાયો નથી.

ભારતમાં પ્રતિબંધ બાદ વિશ્વભરમાં ટ્વિટર પર PUBG ટોપ ટ્રેન્ડમાં

ભારત  સરકારે PUBG પર પ્રતિબંધ મૂક્યાની ચર્ચા સમગ્ર વિશ્વમાં  ફેલાઇ ગઇ હતી અને ટ્વિટર પર PUBG પરનો પ્રતિબંધ ટોક ઓફ ધ  વર્લ્ડ બની ગયો હતો. ટ્વિટર પર PUBG પરનો પ્રતિબંધ ટોપ  ટ્રેન્ડમાં રહ્યો હતો.

૩ મહિનામાં ટિકટોક અને પબજી સહિત ૨૨૪ ચીની મોબાઇલ એપ્લિકેશન ભારતમાં પ્રતિબંધિત

ભારત  સરકારે છેલ્લા ૩ મહિનાના સમયગાળામાં ભારતમાં ૨૨૪ ચીની  મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે ૨૯  જૂનના રોજ ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ  જુલાઇના અંત ભાગમાં વધુ ૪૭ ચીની એપ્સ પર પ્રતિબંધ લદાયો  હતો. હવે બુધવારે વધુ ૧૧૮ ચીની એપ્સ પ્રતિબંધિત થતા  ભારતમાં પ્રતિબંધિત ચીની એપ્સની સંખ્યા ૨૨૪ પર પહોંચી ગઇ  હતી. સરકારે આઇટી એક્ટની ધારા ૬૯એ અંતર્ગત આ પ્રતિબંધો લાદ્યા  છે.

પ્રતિબંધિત કરાયેલી મોબાઇલ એપ્સ

૧ એપીયુએસ લોન્ચર પ્રો ૨ એપીયુએસ લોન્ચર ૩ એપીયુએસ સિક્યુરિટી ૪ એપીયુએસ ટર્બો ક્લિનર ૫ કટ કટ ફોટો એડિટર ૬ એપીયુએસ ફ્લેશલાઇટ ૭ બાઇદુ ૮ બાઇદુ એક્સપ્રેસ ૯ ફેસ યુ ૧૦ શેરસેવ બાય શાઓમી ૧૧ કેમ કાર્ડ બિઝનેસ કાર્ડ રીડર ૧૨ કેમકાર્ડ બિઝનેસ ૧૩ કેમકાર્ડ ફોર સેલ્સફોર્સ ૧૪ કેમઓસીઆર ૧૫ ઇનનોટ ૧૬ વૂવ મિટિંગ ૧૭ સુપર ક્લીન ૧૮ વીચેટ રિડિંગ ૧૯ ગવર્નમેન્ટ વીચેટ ૨૦ સ્મોલ ક્યૂ બ્રશ ૨૧ ટેન્સેન્ટ વેઇયૂન ૨૨ પિટુ ૨૩ વીચેટ વર્ક ૨૪ સાઇબર હંટર ૨૫ સાઇબર હંટર લાઇટ ૨૬ નાઇવ્ઝ આઉટ ૨૭ સુપર મેકા ચેમ્પિયન્સ ૨૮ લાઇફઆફ્ટર ૨૯ ડોન ઓફ આઇસ્લસ ૩૦ લુડો વર્લ્ડ ૩૧ ચેસ રશ ૩૨ પબજી મોબાઇલ ર્નોિડક મેપ ૩૩ પબજી મોબાઇલ લાઇટ ૩૪ રાઇઝ ઓફ કિંગડમ : લોસ્ટ ક્રુઝેડ ૩૫ આર્ટ ઓફ કોન્ક્વેસ્ટ – ડાર્ક હોરિઝોન ૩૬ ડેન્ક ટેન્ક્સ ૩૭ વોરપાથ ૩૮ ગેમ ઓફ સુલતાન ૩૯ ગેલેરી વોલ્ટ ૪૦ સ્માર્ટ એપલોક ૪૧ મેસેજ લોક ૪૨હાઇડ એપ ૪૩ એપલોક ૪૪ એપલોક લાઇટ ૪૫ ડયુઅલ સ્પેસ ૪૬ ઝેકઝેક પ્રો ૪૭ ઝેકઝેક લાઇવ ૪૮ મ્યૂઝિક એમપીથ્રી પ્લેયર ૪૯ મ્યૂઝિક પ્લેયર ઓડિયો એન્ડ ૧૦ બેન્ડ ઇક્વલાઇઝર ૫૦ એચડી કેમેરા સેલ્ફી બ્યૂટી કેમેરા ૫૧ ક્લીનર – ફોન બુસ્ટર ૫૨ વેબ બ્રાઉસર એન્ડ ફાસ્ટ એક્સપ્લોરર ૫૩ વીડિયો પ્લેયર ઓલ ફોર્મેટ ફોર એન્ડ્રોઇડ ૫૪ ફોટો ગેલેરી એચડી એન્ડ એડિટર ૫૫ ફોટોગેલેરી એન્ડ આલબમ ૫૬ મ્યૂઝિક પ્લેયર બાઝ બૂસ્ટર ૫૭ એચડી કેમેરા ૫૮ એચડી કેમેરા પ્રો ૫૯ મ્યુઝિક પ્લેયર ૬૦ ગેલેરી એચડી ૬૧ વેબ બ્રાઉસર ૬૨ વેબ બ્રાઉસર સિક્યોર એક્સપ્લોરર ૬૩ મ્યૂઝિક પ્લેયર- ઓડિયો પ્લેયર ૬૪ વીડિયો પ્લેયર ઓલ ફોરમેટ વીડિયો પ્લેયર ૬૫ લેમોર લવ ૬૬ એમૌર વીડિયો ચેચ ૬૭ એમવી માસ્ટર મેક યોર સ્ટેટસ વીડિયો ૬૮ એમવી માસ્ટર બેસ્ટ વીડિયો મેકર ૬૯ એપીયુએસ મેસેજ સેન્ટર ૭૦ લિવયુ મીટ ૭૧ કેરમ ફ્રેન્ડ્સ ૭૨ લૂડોઓલ સ્ટાર ૭૩ બાઇક રેસિંગ ૭૪ રેન્જર્સ ઓફ ઓબ્લિવિયન ૭૫ ઝેડ કેમેરા ૭૬ ગો એસએમએસ પ્રો ૭૭ યુ – ડિક્શનેરી ૭૮ યુ લાઇક ૭૯ ટેનટેન – ડેટ ફોર રિઅલ ૮૦ માઇકો ચેટ ૮૧ કેટ્ટી લાઇવ ૮૨ મલય સોશિયલ ડેટિંગ એપ ૮૩ એલીપે ૮૪ એલીપે એચકે ૮૫ મોબાઇલ તાઓબાઓ ૮૬ યુકુ ૮૭ રોડ ઓફ કિંગ્સ ૮૮ સિના ન્યૂઝ ૮૯ નેટિઝ ન્યૂઝ ૯૦ પેન્ગિવન એફએમ ૯૧ મર્ડરસ પરસ્યુટ્સ ૯૨ ટેન્સેન્ટ વોચલિસ્ટ ૯૩ લર્ન ચાઇનિઝ ૯૪ હુયા લાઇવ ૯૫ લિટલ ક્યુ આલબમ ૯૬ ફાઇટિંગ લેન્ડલોર્ડ્સ ૯૭ હાઇ મેઇતુ ૯૮ મોબાઇલ લિજન્ડ્સ ૯૯ વીપીએન ફોર ટિકટોક ૧૦૦ વીપીએન ફોર ટિકટોક ૧૦૧ પેન્ગ્વિન ઇ-સ્પોર્ટ્સ ૧૦૨ બાય કાર્સ ૧૦૩ આઇપિક ૧૦૪ બ્યૂટી કેમેરા પલ્સ ૧૦૫ પેરેલલ સ્પેસ લાઇટ ૧૦૬ ચીફ ઓલમાઇટી ૧૦૭ માવેલ સુપર વોર નેટ ઇઝ ગેમ્સ ૧૦૮ એએફકે એરેના ૧૦૯ ક્રિયેટિવ ડિસ્ટ્રક્શન નેટ ઇઝ ૧૧૦ ક્રુઝેડર્સ ઓફ લાઇટ નેટઇઝ ૧૧૧ માફિયા સિટી યોટ્ટા ગેમ્સ ૧૧૨ ઓનમ્યોજી નેટઇઝ ૧૧૩ રાઇડ આઉટ હીરોઝ નેટઇઝ ૧૧૪ યિમેન્ગ જિઆનઘુ-ચુ ૧૧૫ લિજન્ડ – રાઇઝિંગ એમ્પાયર નેટઇઝ ૧૧૬ એરેના ઓફ વેલોર ૧૧૭ સોલ હંટર્સ ૧૧૮ રૂલ્સ ઓફ સર્વાઇવલ

( Source – Sandesh )