આ એક ટ્રિકથી જાણી શકો છો વ્હોટ્સએપ પર કયા વ્યક્તિ જોડે થઈ છે સૌથી વધારે વાત

આ એક ટ્રિકથી જાણી શકો છો વ્હોટ્સએપ પર કયા વ્યક્તિ જોડે થઈ છે સૌથી વધારે વાત

વ્હોટ્સએપ પોતાના યૂઝર માટે નવા નવા ફીચર્સ લાવતુ રહે છે, જેના કારણે લોકો સૌથી વધારે WhatsApp પર વાત કરવાનું પસંદ કરે છે. વ્હોટ્સએપ પર લોકો એકબીજાને ફાઇલ્સ, તસવીરો અને મેસેજ મોકલે છે, જેના કારણે અનેકવાર આપણી વ્હોટ્સએપ મેમરી ફુલ થઈ જાય છે. આજે અમે તમને એક આવી જ ટ્રિકની વાત કરવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે તરત એ વાત જાણી શકો છો કે કયા વ્યક્તિ સાથે WhatsApp પર સૌથી વધારે ચેટ કરી છે.

આ રીત અપનાવો

જો તમે પણ જાણવા ઇચ્છો છો કે કયા કૉમન્ટેક્ટ સાથે સૌથી વધારે વાત થઈ છે તો તમે આ રીત અપનાવો. સૌથી પહેલા તો તમે વ્હોટ્સએપ ઑપન કરો. ત્યારબાદ રાઇટ સાઇડ ત્રણ ડૉટ મેન્યૂ પર ક્લિક કરો. અહી સેટિગ્સમાં જાઓ. ત્યારબાદ સેટિંગ્સ ડેટા એન્ડ સ્ટોરેજ યૂસેજ ઑપ્શન પર ટેપ કરો. ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેસ પર ટેપ કર્યા બાદ સ્ટોરેજ યૂસેઝ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે એ કૉન્ટેક્ટની યાદી આવશે જેમની સાથે વ્હોટ્સએપ પર તમે સૌથી વધારે વાત કરો છો. હવે તમે જે પણ કોન્ટેક્ટ પર ક્લિક કરશો તો તમને એ વાતની જાણકારી મળશે કે કેટલા ટેક્સ્ટ મેસેજ, સ્ટીકર્સ, ફોટો, વિડીયો, GIFs, ઑડિયો મેસેજ મોકલ્યા અથવા રિસીવ કર્યા છે.

વ્હોટ્સએપ ચેટ બીજાના હાથે ના લાગે તે માટે આ સેટિંગ્સ કરો

– સૌથી પહેલા તમે પોતાના ફોનમાં વ્હોટ્સએપ ઑપન કરો.
– ત્યારબાદ સેટિંગ્સ પર ક્લિક કરો. ત્યારબાદ એકાઉન્ટ પર ક્લિક કરો.
– હવે તમને ટૂ સ્ટેપ વેરિફિકેશનનું ઑપ્શન જોવા મળશે. આના પર ક્લિક કરીને આને એનેબલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે 6 આંકડાઓનો એક પિન ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ નવા ફોનમાં વ્હોટ્સએપની સેટિંગ કરતા આ પિનની જરૂર પડશે.
– ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડ દ્વારા પિન ક્રિએટ બાદ તમારી પાસે ઈમેલ એડ્રેસ લિંક કરવાનું ઑપ્શન હશે. જો તમે ક્યારેક તમારો પિન ભૂલી જાઓ તો વ્હોટ્સએપ તમને મેઇલ કરીને લિંક મોકલી શકે છે.