દીવો કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે, કરો બસ આટલું

દીવો કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે, કરો બસ આટલું

જ્યોતિષ શાસ્ત્ર

શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની પૂજા સમયે તેમજ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે દીવો કરવો જરૂરી માનવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાત કહેવાઇ છે કે રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે. દીવાના જ અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમે તમારા ભાગ્યને ચમકાવી શકશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અજાણ્યો ભય ને શત્રુઓ સામે રક્ષા કરવા માટે આપણે રોજ ભૈરવનું સ્મરણ કરીને દીવો કરવો જોઇએ. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે પણ રોજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવો જોઇએ.about:blank

દીવો કરવાનું મહત્ત્વ  

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શુભ કાર્ય અને ધાર્મિક અનુષ્ઠાનોમાં તેલ કે દેશી ઘીનો દીવો કરવાથી ઈશ્વરની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે દીવો કરવાથી દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક તકલીફ દૂર થાય છે. કહેવાય છે કે દીવાના પ્રકાશમાં સાક્ષાત્ ઈશ્વરનો વાસ હોય છે. આરતી કરતી વખતે પૂરા ભાવથી દીવો કરવાથી ભગવાન તમારાં સર્વ દુઃખ હરી લે છે. દીવો કરવાથી બીજા પણ અનેક ઉપાય વિશે જ્યોતિષશાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે. તે વિશે વિગતે વાત કરીએ.

શનિપ્રકોપથી મુક્તિ મળશે  

ઘણાં લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે. શનિ દોષ હોવાને કારણે જીવનમાં અનેક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે માણસને જાણ પણ નથી હોતી કે તેની કુંડળીમાં શનિ દોષ છે, આ દોષને કારણે વ્યક્તિને જીવનમાં કોઇ ને કોઇ તકલીફ સતાવતી રહે છે. માણસ મહેનત કરીને થાકી જાય તો પણ તેને પોતાના કામમાં સફળતા નથી મળતી હોતી, આમાં તેની મહેનતનો વાંક નથી હોતો, આમાં તેની કુંડળીનો વાંક પણ હોય છે. કુંડળીમાં રહેલા શનિના દોષને કારણે પણ તેને આ સમસ્યાનો ભોગ બનવું પડતું હોય છે. શનિ સિવાય રાહુ કેતુનો દોષ કુંડળીમાં જણાય તો સવાર સાંજ અળસીના તેલનો દીવો કરવાથી આ દોષમાંથી મુક્તિ મળી જેશે. જ્યારે શનિના દોષનિવારણ માટે દર શનિવારે શનિ મંદિરમાં સરસિયાના તેલનો દીવો કરવો. તેનો દીવો કરવાથી તે દોષ પણ દૂર થશે, તેમજ તમારા દરેક સારાં કામમાં તમને સફળતા મળશે.

ડર પર વિજય  

તમને કે તમારા ઘરના કોઇપણ સભ્યને ડર લાગતો હોય, કોઇ જગ્યાએ જવામાં તમારું મન વિચલિત થઇ જતું હોય, મનમાં સત્તર સવાલ થતા હોય અથવા તો વ્યાકુળતા આવી જતી હોય, મનમાં કોઇ અજાણ્યો ભય સતાવતો હોય સોમવારે અને શનિવારે ભૈરવના મંદિરે જઇને સરસિયાના તેલનો દીવો કરવો. આ ઉપાય અજમાવવાથી તમને કે તમારા ઘરના સભ્યોને ડરનો અનુભવ થાય. ઘરના કોઇપણ સભ્ય વતી આ દીવો કોઇપણ કરી શકે છે. આટલું જ નહીં ભૈરવના મંદિર દીવો કરવાથી તમારા દુશ્મનોની મેલી મંશા પણ દૂર થઇ જશે. તેમના બદઇરાદા તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. ભૈરવજીની કૃપા હંમેશાં તમારી આસપાસ રહેશે, તેથી તમને જીવનમાં કોઇપણ તકલીફ નહીં થાય.

માન-સન્માન વધશે  

જે વ્યક્તિ સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવવાની મહેચ્છા રાખતી હોય, સમાજ તેમજ પરિવારમાં માન સન્માન ન મળતું હોય, દરેકને ઉપયોગી થવા છતાં પણ માન-સન્માન ન મળતું હોય તો રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઘરના પૂજાઘરમાં દીવો કરવો. અટવાયેલાં કામ પૂરાં કરવાં હોય તો સૂર્ય દેવને જળ ચડાવી દીવો કરી તેમની આરતી કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમ કરવાથી સૂર્યદેવ મનની દરેક મહેચ્છા પૂરી કરે છે.

સુખ-સમૃદ્ધિ માટે જરૂરી ઉપાય  

ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તે માટે રોજ બાળગોપાળ સામે એક દીવો કરવો તેમજ દર ગુરુવારે વિષ્ણુ ભગવાન સામે દીવો કરવાથી ઘરમાં હંમેશાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય તેમજ નકારાત્મક ઊર્જા સામે ઘરને તેમજ ઘરના સભ્યોને રક્ષણ મળે તે માટે ૐ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરવી જોઇએ.

આર્થિક સમસ્યા દૂર થશે.  

જે વ્યક્તિને આર્થિક સમસ્યા સતાવતી હોય, ઘરમાંથી લક્ષ્મીનો કારણ વગરનો વ્યય થતો હોય તેમજ આવેલી લક્ષ્મી દેખાતી જ ન હોય તો દેવી લક્ષ્મી સમક્ષ સાત મુખી દીવો કરવો. સાત મુખી દીવો કરવાથી આ સમસ્યા દૂર થશે. જ્યારે બાળકો ભણવામાં અવ્વલ બને તે માટે બે મુખી દીવો સરસ્વતી દેવીની સામે પ્રગટાવવો.

ધનની રેલમછેલ  

ઘરમાં ધનનું સુખ કાયમ માટે પ્રાપ્ત થાય તે માટે દર બુધવારે ગણેશજીની સામે ત્રણ મુખી દીવો કરવો તેમજ તેમને દુર્વા ઘાસ ચડાવવાથી ઘરમાં હંમેશાં ધનની રેલમછેલ જ રહેશે.