દુનિયાની આ અનોખી નાઇટ ક્લબમાં સંસ્કૃત ગીતો પર નાચે છે લોકો

દુનિયાની આ અનોખી નાઇટ ક્લબમાં સંસ્કૃત ગીતો પર નાચે છે લોકો

ભારતમાં સામાન્ય રીતે નાઇટ ક્લબોમાં હિંદી, પંજાબી અથવા પછી અંગ્રેજી ગીતો વાગે છે, જેની ધૂન પર લોકો નાચે છે. શું તમે ક્યારેય એવી નાઇટ ક્લબ જોઇએ જ્યાં લોકો સંસ્કૃત ગીતો પર નાચે છે? આ વાત સાંભળીને તમને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું હશે, પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં લોકો હિન્દી કે અંગ્રેજી નહીં, પરંતુ સંસ્કૃત ગીતો પર નાચતા જોવા મળે છે.

એક સાથે લગભગ 800 લોકો નાચતા જોવા મળે છે

આ દેશનું નામ છે આર્જેન્ટીના, જ્યાંની રાજધાની બ્યૂનસ-આયર્સમાં ગ્રોવ નામની એક નાઇટ ક્લબ છે. અહીં ગણેશ શરણમ, ગોવિંદા-ગોવિંદા, જય-જય રાધા રમણ હરી બોલ અને જય કૃષ્ણા હરે જેવા ગીતો વાગે છે. આર્જેન્ટીના સ્થિત આ નાઇટ ક્લબ દરેક રીતે અલગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્યૂનસ-આયર્સની આ નાઇટ ક્લબ કોઈ નાની-મોટી નાઇટ ક્લબ નથી, પરંતુ અહીં એક સાથે લગભગ 800 લોકો ગીતો પર નાચતા જોવા મળે છે.

આ નાઈટ ક્લબમાં નથી મળતો દારૂ

ઉલ્લેખનીય છે કે એક ભારતીય રાજદ્વારી વિશ્વનાથન વર્ષ 2012માં આર્જેન્ટીના ગયા હતા અને તેમણે જ પોતાના અનુભવ શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે નાઇટ ક્લબમાં ના તો દારૂ મળે છે અને ના લોકો ધૂમ્રપાન કરતા જોવા મળે છે. ત્યાં સુધી કે આ નાઇટ ક્લબમાં ડ્રગ્સની પણ મનાઈ છે અને માંસ-માછલી પણ નથી મળતા. અહીં ફક્ત સૉફ્ટ ડ્રિંક્સ, ફળોનો રસ અને શાકાહારી ભોજન મળે છે. આ નાઇટ ક્લબમાં ગીત ગાનારા રોડ્રિગો કહે છે કે અહીં મંત્રી, યોગ, ધ્યાન, સંગીત અને નૃત્ય દ્વારા દેહનો આત્મા સાથે સંબંધ સ્થાપિત કરાવવામાં આવે છે.