શું તમે જાણો છો આ 16 દેશમાં વિઝા વગર પણ કરી શકો મુસાફરી? સરકારે આપી માહિતી

શું તમે જાણો છો આ 16 દેશમાં વિઝા વગર પણ કરી શકો મુસાફરી? સરકારે આપી માહિતી

સામાન્ય રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરવા માટે વિઝાની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના 16 એવા દેશ છે જ્યાં વિઝા વગર તમે ફરી શકો છો. રાજ્યસભાને એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને માહિતી આપી કે 43 દેશ વિઝા-ઓન-એરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સામાન્ય પાસપોર્ટ ધારકોને ઇ-વિઝા સુવિધા પ્રધાન કરે છે.

મીડિયા રિપોર્ટ મુજબ મુરલીધરને જણાવ્યું કે દુનિયાના 16 એવા દેશ છે જ્યાં મુસાફરી માટે પાસપોર્ટ ધારક ભારતીયને વિઝાની જરૂરિયાત પડતી નથી. આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂટાન, બારબાડોસ, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ SAR, મોંટસેરાટ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેંટ વિંસેટ અને ગ્રેનેડાઇંસ, સર્બિયા અને મોરિશસ જેવા દેશ શામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ઇરાન, ઇન્ડોનેશિયા અને મ્યાંમાર એવા દેશોમાં શામેલ છે. જે વિઝા-ઓન-એરાઇવલ સુવિધા આપે છે.

આ સિવાય શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને મલેશિયા એવા 26 દેશોના ગ્રુપમાં શામેલ છે જેમની પાસે ઇ-વિઝા સુવિધા છે. રિપોર્ટ પ્રમાણે મંત્રીએ કહ્યું કે સરકાર, ઇન્ટરનેશનલ મુસાફરીને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વિઝા ફ્રી મુસાફરી, વિઝા ઓન એરાઇવલ અને ઇ-વિઝા સુવિધા ઉપલબ્ધ કરનારા દેશોની સંખ્યા વધારવાનો સતત પ્રયત્ન કરી રહી છે.