સૌથી મોટો ખુલાસો: 13 જૂનની રાત્રે 3 વાગ્યે સુશાંત રિયાને મળ્યો હતો, આ સાક્ષીએ નજરે જોયું!
હાલમાં ચારેબાજુ બસ એક જ ચર્ચા ચાલી રહી છે કે સુશાંત સિંહની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા છે. હવે તો દેશની મોટી મોટી 3 એજન્સી પણ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે ફેન્સ પણ સતત એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુશાંત સાથે શું થયું છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હાલમાં સીબીઆઈ કરી રહી છે. તેમના મૃત્યુ બાદથી આ બાબતે ઘણી વાતો પ્રકાશમાં આવી છે.
સુશાંતનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આજે આ કેસને 4 મહિના થઈ ગયા છે. રિયા ચક્રવર્તીના અત્યાર સુધીના નિવેદન મુજબ તે 8 જૂન પછી સુશાંતને મળી નહોતી, ન તો તેની સાથે વાત કરી હતી. પરંતુ હવે ભાજપના નેતા વિવેકાનંદ ગુપ્તાએ દાવો કર્યો છે કે સુશાંત અને રિયાની મુલાકાત 13 જૂનની રાત્રે થઈ હતી.
નવા અહેવાલો અનુસાર ભાજપના મુંબઈ સેક્રેટરી એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ કહ્યું હતું કે તેમને એક સાક્ષી પાસેથી ખબર પડી કે સુશાંત 13 જૂનના રોજ રિયાને ઘરે મૂકવા ગયો હતો. ગુપ્તાએ કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે રિયા અને સુશાંત મોડી રાતે 3 વાગ્યે સાથે જોવા મળ્યા હતા. જ્યારે રિયા કહે છે કે તે 8 જૂન પછી તે સુશાંતને મળી જ નથી. તેમણે એક ટીવીને કહ્યું કે, 13 જૂનની રાત્રે એક મોટા રાજનેતાનો જન્મદિવસ હતો. અન્ય એક રાજકારણીએ ટ્વિટ કર્યું હતું કે લોકડાઉન થયા પછી પણ મોટી પાર્ટી હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે એ મંત્રી જાણે છે કે આ પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું.
વિવેકાનંદે કહ્યું કે મને સાક્ષીએ જણાવ્યું છે કે તેણે સુશાંત અને રિયાને રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે જોયા હતા. ત્યારે સુશાંત રિયાને તેના ઘરે મૂકવા ગયો હતો. 14 જૂનની સવારે સુશાંતની હત્યા કરીને તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તે સીબીઆઈને તેને જણાવશે તો એ માણસ કોણ હતો એની માહિતી પણ હું આપવા તૈયાર છું. આ નેતા સીબીઆઈને જુબાની આપવા માંગે છે.
તો આ તરફ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેમણે લખ્યું છે કે આ બ્રેકિંગ ન્યૂઝ ખરેખર ગેમ ચેન્જર છે. એક સાક્ષી પુષ્ટિ આપી રહ્યો છે કે 13ની રાત્રે ભાઈ રિયાને મળ્યો હતો. અને બીજે દિવસે સવારે મારો ભાઈ મૃત હાલતમાં કેમ મળ્યો, આખરે એ 13 જૂનની રાત્રે શું થયું?