બોલિવૂડમાં ગમેત્યારે થઈ શકે છે મોટો ધડાકો, 45 ફોન ડ્રગ્સ કાંડમાં ખોલશે અનેક રહસ્યો

બોલિવૂડમાં ગમેત્યારે થઈ શકે છે મોટો ધડાકો, 45 ફોન ડ્રગ્સ કાંડમાં ખોલશે અનેક રહસ્યો

અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં થઈ રહેલી તપાસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. આ ડ્રગ્સ એંગલમાં બોલિવૂડના અનેક મોટા અને જાણીતા માથા ભેરવાયા છે. તાજેતરમાં જ બોલિવૂડ સેલિબ્રિટિ સહિત 45 લોકોના જપ્ત કરવામાં આવેલા મોબાઇલ ફોનમાં મોટા ખુલાસા થઈ શકે છે.

તપાસ એજન્સી NCBએ ડ્રગ્સ પેડલર્સ અને ફિલ્મ સ્ટાર્સની પૂછપરછ હાથ ધર્યા બાદ આ તમામ ફોન જપ્ત કર્યા હતાં. આ 45 મોબાઇલ ફોન્સમાંથી 15 મોબાઇલ ફોન્સની ફોરેન્સિક રિપોર્ટ પણ NCBને મળી પણ ગયા છે. જેને લઈને ગમેત્યારે આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ્સ અને તેમની વોટ્સએપ ચેટ્સ દ્વારા જ NCBને જાણવા મળ્યું હતું કે, આ ડ્ર્ગ્સ મંડળીમાં તો બોલિવૂડની દિગ્ગજ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન કે શ્રદ્ધા કપૂર પણ શામેલ છે. માત્ર આ અભિનેત્રીઓ જ નહી પણ આ ઉપરાંત કેટલાય બોલિવૂડ સ્ટાર્સ પણ તેમાં સામેલ છે જેની કોઈ કલ્પના પણ નહી કરી શકે.

જોકે આ કેસમાં NCB પણ ફુંકી ફુંકીને આગળ વધી રહી છે. તપાસ એજન્સી મોટા ફિલ્મ સ્ટાર્સ સામે નક્કર પુરાવા એકઠા કરી રહી છે. જેથી કરીને પૂછપરછ દરમિયાન તે ડ્રગ્સનું સેવન અને તેની ખરીદીના પુરાવા બતાવી ટેબલ પર મુકી શકે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, આવનાર સમયમાં ડ્રગ્સને લઇને બોલિવૂડમાં મોટો ધડાકો થઈ શકે છે

સુપર મોડલ જ મોટો ડ્રગ્સ પેડલર

સુત્રોના જણાવ્યા મુજબ પોતાના સમયનો સુપરમોડલ રહેલો આ અભિનેતા હવે બોલિવૂડના સૌથી મોટો ડ્રગ્સ સિન્ડિકેટનો સભ્ય છે. આ અભિનેતા NCBના રડારમાં ટોચ પર છે. આ ફિલ્મ સ્ટાર માત્ર ડ્રગ્સ લેતો જ નથી પરંતુ તેનો સપ્લાય પણ કરે છે. તે ઘણા ડ્રગ પેડલર્સ સાથે સીધા સંપર્કમાં છે.