ગરબાના રસિકો માટે સૌથી મોટા રાહતના સમાચાર, નવરાત્રિ અંગે નીતિન પટેલે આપી આ પ્રતિક્રિયા

ગરબાના રસિકો માટે સૌથી મોટા રાહતના સમાચાર, નવરાત્રિ અંગે નીતિન પટેલે આપી આ પ્રતિક્રિયા

હાલ કોરોના કાળમાં નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ કોરોનાનાં વધતાં જતાં કેસોને લઈ સરકારે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેવામાં ગરબાના રસિકો માટે રાહતના સમાચાર મળી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું છે. અને શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું છે. 

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નવરાત્રિ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, હાલ સરકારે શેરી ગરબા અંગે વિચારણા કરી રહી છે. અને 200 લોકોની શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે તેવા સંકેત પણ નીતિન પટેલે આપ્યા હતા. જો કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, એકબાજુ ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી રહ્યા છે. તો યુવાવર્ગ કોરોના કાળમાં પણ ગરબા રમવા માટે આતુર છે. તેવામાં નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. કેમ કે, હાલની કોરોના પરિસ્થિતિમાં અમુક લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે. કેમ કે, નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. જો કે, ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું છે. પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે.