5G સાથેની નવી આઈફોન 12 સિરીઝ લોન્ચ થઈ, અમેરિકન માર્કેટમાં કિંમતો $799 થી $1099 સુધી,

5G સાથેની નવી આઈફોન 12 સિરીઝ લોન્ચ થઈ, અમેરિકન માર્કેટમાં કિંમતો $799 થી $1099 સુધી,

  • નવા આઈફોન 12ની કિંમત 799 ડૉલર (આશરે 58,600 રૂપિયા) રખાઈ છે
  • નવા આઈફોન 12 મિનિની કિંમત 699 ડૉલર (આશરે 51,300 રૂપિયા) રખાઈ છે
  • આઈફોન 12 ઉપરાંત કંપનીએ સ્માર્ટ બ્લુ ટૂથ સ્પીકર હોમ પોડ મિનિ પણ લૉન્ચ કર્યું, જેની કિંમત 99 ડૉલર છે

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે એપલની ‘હાઈ, સ્પીડ’ ઈવેન્ટ સંપન્ન થઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી તે આઈફોન 12 વિથ 5G કનેક્ટિવિટી પણ રિલીઝ થઈ ગયો છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડા દસ વાગ્યે શરૂ થયેલી આ ઈવેન્ટની આગેવાની એપલના CEO ટિમ કૂકે કરી હતી. તેમાં આઈફોન 12ની આખી રેન્જ અને સ્માર્ટ બ્લુ ટૂથ સ્પીકર ‘હોમ પોડ મિનિ’ પણ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.

આઈફોન 12 5G લૉન્ચ

એપલ કંપનીએ પોતાનો બ્રાન્ડ ન્યૂ આઈફોન 12 લૉન્ચ કરી દીધો છે. કટિંગ ઍજ 5G ટેક્નોલોજીથી સજ્જ આ આઈફોનમાં એલ્યુમિનિયમના ફ્લેટ ઍજ આપવામાં આવ્યા છે. આ નવો આઈફોન અગાઉના આઈફોન 11 કરતાં 11% પાતળો, 15% નાનો અને 16% હળવો છે. તેને બ્લેક, વ્હાઇટ, બ્લ્યૂ, રેડ અને ગ્રીન એમ પાંચ કલર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

આ ફોનમાં XDR OLED રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. તેની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5G કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની iOS ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઈઝ કરી છે.

આ ફોનમાં XDR OLED રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. તેની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5G કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની iOS ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઈઝ કરી છે.

આ નવો આઈફોન 12 વિશ્વભરની 15 ટેલિકોમ કંપનીઓનાં 5G નેટવર્કને સપોર્ટ કરશે. તેમાં વોડાફોન, ટી-મોબાઈલ, વેરિઝોન, AT&T, બેલ, ચાઇનામોબાઈલ જેવી કંપનીઓ સામેલ છે. આ ફોનમાં A14 બાયોનિક ચિપ બેસાડવામાં આવી છે. તાજેતરમાં જ એપલે આ જ ચિપને પોતાના નવા આઈ પેડ એરમાં પણ લગાવ્યાની જાહેરાત કરી હતી. એપલ અત્યારે દાવો કરી રહ્યું છે કે આ નવા આઈફોનમાં નેટવર્કની આદર્શ સ્થિતિમાં મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ 4Gbps સુધી રહેશે.

ફોન 12 મેગા પિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરાથી સજ્જ છે. તેમાં એક વાઈડ એન્ગલ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધીનો એરિયા આવરી લે છે. આઈ ફોન 11ની સરખામણીએ તેની લૉ લાઈટ ફોટોગ્રાફી ક્વોલિટીને 27 ગણી સુધારવામાં આવી છે તેવો કંપનીનો દાવો છે. તેમાં નવું HDR3 કેમેરા ફીચર આપવામાં આવ્યું છે.

આઈફોન 12 સિરીઝની કિંમતો
આઈફોન 12ઃ
 799 ડૉલર (આશરે 58,600 રૂપિયા)
આઈફોન 12 મિનિઃ 699 ડૉલર (આશરે 51,300 રૂપિયા)
આઈફોન 12 પ્રોઃ 999 ડૉલર (આશરે 73,300 રૂપિયા)
આઈફોન 12 પ્રો મેક્સઃ 1099 ડૉલર (આશરે 80,600 રૂપિયા)

ઈન્ટરનેટથી સજ્જ બ્લુ ટૂથ સ્પીકર ‘હોમ પોડ મિનિ’ રિલીઝ

આ સ્માર્ટ સ્પીકર આઈફોન સાથે બ્લુ ટૂથથી કનેક્ટ થાય છે અને વોઈસ કમાન્ડથી પણ કામ કરે છે. ટચ કંટ્રોલથી સજ્જ આ સ્પીકરના સાઉન્ડને બહેતર બનાવવા માટે 4 રેન્જ ડાયનેમિક ડ્રાઇવર્સ, 360 સાઉન્ડ અને એપલ S5 ચિપ લગાડવામાં આવી છે.

કિંમતઃ 99 ડૉલર (લગભગ 7200 રૂપિયા)
પ્રી ઓર્ડરઃ 6 નવેમ્બરથી, ડિલિવરીઃ 16 નવેમ્બરથી શરૂ

આખી ઈવેન્ટ એપલની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે
એપલની આ ‘હાઈ, સ્પીડ’ ઈવેન્ટ ઇન્ટરનેટ પર જોવા માટે આપને એપલની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર જવું પડશે. ત્યાં Apple Event – October 13 નામના વીડિયો પર ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ આપ આ ઈવેન્ટ જોઈ શકો છો.