H-1B સ્પેશિયાલિટી બિઝનેસ વિઝા બંધ કરવા USનો પ્રસ્તાવ

H-1B સ્પેશિયાલિટી બિઝનેસ વિઝા બંધ કરવા USનો પ્રસ્તાવ

। વોશિંગ્ટન ।

અમેરિકાના વિદેશ વિભાગે H-૧B સ્પેશિયાલિટી વ્યવસાયો માટેના બિઝનેસ વિઝા જારી નહીં કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હંગામી ધોરણે જારી કરાતાં આ વિઝા કંપનીઓને અમેરિકામાં આવેલી તેમની સાઇટ પરના કામ પૂરાં કરવા માટે તેમના ટેક્નોલોજી પ્રોફેશનલ્સને ટૂંકા ગાળા માટે અમેરિકામાં રહેવાની પરવાનગી આપે છે. ટ્રમ્પ સરકારનો આ પ્રસ્તાવ સેંકડો ભારતીયોને અસર કરી શકે છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરાયેલો પ્રસ્તાવ મંજૂર કરી દેવાશે તો એચ પોલિસીના અવેજમાં જારી કરાતા B-૧ વિઝા અંગેની ખોટી ધારણા દૂર થઈ જશે. કંપનીઓ એમ માને છે કે અમેરિકનો માટે સંસદ દ્વારા સ્થાપિત એચ નોન ઇમિગ્રન્ટ ક્લાસિફિકેશનને સંબંધિત નિયંત્રણોને અવગણીને આ વિઝા કેટેગરીમાં વિદેશમાંથી સ્કિલ્ડ લેબરને અમેરિકામાં લાવી શકાશે.

વિદેશી કંપનીઓ ગેરલાભ લઈ રહી છે

અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, કોઈ વિદેશી કંપની H-૧B વિઝા આર્કિકટેક્ટ માટે હાંસલ કરે તો તેને અમેરિકન આર્કિકટેક્ટ જેટલું જ વેતન જ ચૂકવવું પડશે અને સંસદ દ્વારા અમલમાં મુકાયેલા નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ કંપનીઓ ગેરલાભ ઉઠાવે છે. આ બાબત અમેરિકી કામદારો અને સરકારની નીતિઓને હાનિકારક છે.