હેક થયેલ ફેસબૂક એકાઉન્ટ પાછું મેળવવું છે? હેક થયેલા એકાઉન્ટને પુનઃ પ્રાપ્ત કરવા આટલું કરો

હેક થયેલ ફેસબૂક એકાઉન્ટ પાછું મેળવવું છે? હેક થયેલા એકાઉન્ટને પુનઃ પ્રાપ્ત કરવા આટલું કરો

છેલ્લા ઘણા વર્ષોથી ફેસબૂક એકાઉન્ટ ધરાવતાં યૂઝરના એકાઉન્ટ હેક થવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને વ્યવસાયી લોકો, ગેમર અને સ્ત્રીઓના ફેસબૂક એકાઉન્ટ સૌથી વધારે હેક થઇ રહ્યાં છે. એકાઉન્ટ હેક થવા પાછળ નિર્બળ પાસવર્ડ તેમજ થર્ડપાર્ટી એપ્લિકેશનમાં યૂઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવા તેમજ એક જ પાસવર્ડ એક કરતાં વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રાખવો અને સુરક્ષાના માનાંકોને અનુસરવા નહીં. આ બધા કારણો ફેસબૂક એકાઉન્ટ હેક થવા પાછળ જવાબદાર છે. એકવાર ફેસબૂક એકાઉન્ટ હેક થયા પછી ફેસબૂક યૂઝર્સ ઘણા અલગ-અલગ રસ્તાઓ અપનાવે છે. જે ખરેખર ફેસબૂક સુરક્ષા ધારાધોરણોને અનુસરતા નથી અને પોતાના એકાઉન્ટને પાછું મેળવવાની જગ્યા પર કાયમ માટે પોતાના એકાઉન્ટને ખોઈ બેસે છે, સાથે પોતાના ઇમેલ એકાઉન્ટનું નિયંત્રણ અને બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ નિયંત્રણો પણ ખોરવાઈ જાય છે.

હેક થયેલા ફેસબૂક એકાઉન્ટને પુનઃ પ્રાપ્ત કરવા આટલું કરોabout:blankjavascript:void(0)about:blankjavascript:void(0)

  • વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં <http://www.facebook.com/help/hacked> ટાઇપ કરો, ત્યારબાદ વેબપેજ ખોલવું. એ વેબસાઈટ પર એકાઉન્ટના અલગ અલગ ત્રણ વિભાગ જોવા મળશે. જેમાં પ્રથમ વિભાગમાં હેક એકાઉન્ટ, બીજા વિભાગમાં ઇમ્પર્સનેશન એકાઉન્ટ અને ત્રીજા વિભાગમાં હશે ફેક એકાઉન્ટ વિશેના રિપોર્ટ કરવાની માહિતી અપાઇ છે. આ ત્રણમાંથી કોઇપણ સમસ્યા તમે ધરાવતા હો તો તમે તે વેબપેજ પરથી એ સંદર્ભે ફેસબૂક ઓથોરિટીને રિપોર્ટ કરી શકો છો.
  • હેક એકાઉન્ટ નામના વિભાગમાં બે લિંક આપવામાં આવી છે. ફેસબૂક એકાઉન્ટ હેક થયું હોય અને અન્ય કોઈ વાપરતું હોય તો પ્રથમ વિકલ્પ, i think my facebook account was hacked or someone is using it without my permission વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે. ત્યારબાદ વિકલ્પો પ્રદર્શિત થશે તેમાંથી વિઝિટ ધીસ પેજ લીંક પર ક્લિક કરવાનું છે.
  • પરિણામે ત્યાં Report compromised account નામનું ડાયલોગ બોક્સ ખૂલશે. ત્યારબાદ માય એકાઉન્ટ ઈઝ કોમ્પ્રોમાઇઝ બટન ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફાઇન્ડ યોર એકાઉન્ટ નામનું ડાયલોગ બોક્સ ખૂલશે, ત્યાં એક ટેક્સટ બોક્સ આપવામાં આવ્યું હશે, જેમાં ફેસબૂક એકાઉન્ટ બનાવતી વેળાએ જે ઇમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર આપ્યો હતો તેને જ સબમિટ કરીને સર્ચ બટન પર ક્લિક કરો
  • હવે અમુક વાર એવું થાય છે કે જે વ્યક્તિ એકાઉન્ટ હેક કરે છે તે ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબરને પણ બદલી નાખે છે. પરિણામે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરવામાં આવતો ઇમેલ એડ્રેસ કે મોબાઈલ નંબર કાર્યરત થતો નથી. તેવા સંજોગોમાં એકાઉન્ટ પાછું મેળવવા માટે એ જ ટેક્સ્ટ બોક્સમાં નામ અને અટક સબમિટ કરવાના હોય છે. ત્યારબાદ તે નામથી જેટલા પણ એકાઉન્ટ ઉપલબ્ધ હશે તેની યાદી તમારી સામે પ્રદર્શિત કરાશે.
  • ઉપલબ્ધ યાદીમાંથી એકાઉન્ટ શોધીને ધીસ ઇઝ માય એકાઉન્ટ બટન ઉપર ક્લિક કરવાનું હોય છે અને જો તમને નામ ત્યાં ન દેખાય તો i am not in this list બટન વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે. એટલે ફેસબૂક તમને બીજા વિકલ્પો પ્રદર્શિત કરશે.
  • યાદીમાંથી નામ શોધીને તે નામ પર ક્લિક કરશો એટલે લોગઇન ડાયલોગ બોક્ષ તમારી સામે પ્રદર્શિત થશે. ત્યાં ટેક્સ્ટ બોક્સમાં તમારે તમારું ફેસબૂક એકાઉન્ટ માટે જે પાસવર્ડનો ઉપયોગ કરતા તે પાસવર્ડ દાખલ કરીને કંટીન્યૂ બટન ઉપર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ ફેસબૂક દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબોને અનુસરીને તમે હેક થયેલ તમારું ફેસબૂક એકાઉન્ટ પાછું મેળવી શકો છો.